લંડનઃ અગ્રણી મુસ્લિમ વિદ્વાન મૌલાના સૈયદ અલી રઝા રિઝવી માને છે કે મોટા ભાગના મુસ્લિમ દેશોને એકઠાં કરો તો પણ લંડન તેમના કરતા વધુ ‘ઈસ્લામિક’ છે. પૂજા-પ્રાર્થનાનું સ્વાતંત્ર્ય અને બહુસાંસ્કૃતિક સમન્વય હોવાથી અન્ય દેશોની સરખામણીએ તેઓ બ્રિટનમાં ‘વધુ ઈસ્લામિક લાગણી’ અનુભવાય છે.
પાકિસ્તાનમાં જન્મેલા અને ઈરાનમાં અભ્યાસ કરેલા શિયા મુસ્લિમ સ્કોલર રિઝવી કહે છે કે ઈસ્લામને પ્રેમ અને ન્યાય શબ્દોથી વર્ણવી શકાય, પરંતુ વિશ્વભરમાં મુસ્લિમ રાજકીય નેતાગીરી આને આગળ વધારવામાં નિષ્ફળ રહી છે. લંડનમાં બેનેડિક્ટ સોળમા વાર્ષિક ઈન્ટર-ફેઈથ ડિબેટમાં તેમણે જણાવ્યું હતું કે,‘વિવિધ કોમ્યુનિટીઓ અહીં સાંતિ અને સુમેળમાં રહે છે, એકબીજાને પ્રેમ કરે છે અને આ જ તો ઈસ્લામ કહે છે.’