લંડનઃ લિબરલ ડેમોક્રેટસ નેતા ટિમ ફેરોને યહુદીવિરોધી અણછાજતી ટીપ્પણીઓ બદલ બ્રેડફોર્ડ ઈસ્ટના પૂર્વ સાંસદ ડેવિડ વોર્ડને પક્ષના ઉમેદવાર બનવા સામે પ્રતિબંધ લગાવ્યો છે. ફેરોને કહ્યું હતું કે વોર્ડ પક્ષનું પ્રતિનિધિત્વ કરવા યોગ્ય નથી. વોર્ડે પક્ષના નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
વોર્ડના સ્થાનિક પક્ષે તેમને બ્રેડફોર્ડ ઈસ્ટના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. તેમણે ૨૦૧૦થી ૨૦૧૫ સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હાલ બ્રેડફોર્ડના કાઉન્સિલર ડેવિડ વોર્ડને લિબ ડેમ પાર્ટીના સભ્યપદેથી પણ દૂર કરાયા હતા. તેમને ૨૦૧૩માં પણ યહુદીવિરોધી ટીપ્પણીઓ માટે ત્રણ મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.