લેસ્ટરમાં સેંકડો લોકોએ મકર સંક્રાતિ-ઉત્તરાયણ પર્વની ઊજવણી કરી હતી. ભાવિકોએ મેલ્ટોન રોડ પર આવેલા શ્રી હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને ભક્તિભાવ સાથે હનુમાનજીને પ્રસાદ ચડાવ્યો હતો. મંદિરને સુંદર પતંગો સાથે સજાવવામાં આવ્યું હતું. લેસ્ટરમાં હનુમાનજીનું મંદિર 2021માં ભક્તો માટે ખુલ્લું મૂકાયું હતું.