લેસ્ટરઃ પાન ખાવાના શોખીન લોકોએ પિચકારી મારીને લેસ્ટરના ગોલ્ડન માઈલ વિસ્તારને લાલ બનાવી દીધો છે. આ અંગે વેપારીઓ અને રહીશોએ કરેલી ફરિયાદ બાદ કાઉન્સિલના અધિકારીઓ પાન ખાતા લોકોને રસ્તા પર થુંકતા અટકાવવા પબ્લિક સ્પેસીસ પ્રોટેક્શન ઓર્ડર લાવવા વિચારી રહ્યા છે.
લો સ્ટ્રીટની સામે બેલગ્રેવ રોડની ફૂટપાથના બે ભાગ લાલ રંગે રંગાઈ ગયેલા છે. બેલગ્રેવ નેબરહુડ સેન્ટરના પ્રવેશદ્વારની આગળનો ભાગ અને ડોનકાસ્ટર રોડ અને મેલ્ટન રોડનાં જંક્શન પર આવેલા બસ સ્ટોપ નજીકની ફેન્સ પણ પાનની પિચકારીથી લાલ થઈ ગઈ છે.
પાન ચાવવાને લીધે લાલ થુંક પેદા થાય છે. ગોલ્ડન માઈલ પર આવેલી શોપ્સમાં પાન વેચાય છે. ખોરાકના પાચનમાં મદદરૂપ પાનમાં કાથો અને ચુનો નાખવામાં આવે છે અને કેટલાક લોકો તમાકુવાળું પાન પણ ખાય છે.
એક રહીશે જણાવ્યું હતું કે આ ભાગનો ઉપયોગ થુંકવા માટે થતો હોવાથી ત્યાં દીવાલ પર ‘થુંકવાની મનાઈ’ દર્શાવતી નિશાની ચીતરવામાં આવી છે. તેમણે ઉમેર્યું, ‘આ ગંભીર બાબત છે. બેલગ્રેવ રોડ એક રસ્તાને બદલે ‘જેક ધ રિપર’ ફિલ્મના ક્રાઈમ સીન જેવો લાગે છે. ગોલ્ડન માઈલ રોડનું નામ સુધારીને ‘રેડ સ્પીટ રોડ’ રાખવું જોઈએ.’
૨૦૧૪માં ૩,૯૦,૦૦૦ કરતાં વધુ અગ્નિસંસ્કાર થયાં હતા, જે તે વર્ષે થયેલાં કુલ મૃત્યુના ૭૭.૩૫ ટકા થાય છે. ઈંગ્લેન્ડના કુલ ૨૩૨ સ્મશાનોમાંથી ૭૭ ખાનગી માલિકીના છે.