કર્ણાટકના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના મંત્રી એમ. બી. પાટીલે લંડનમાં લોર્ડ બસવેશ્વરાની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેઓ બેંગલુરુમાં ફેબ્રુઆરી 2025માં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ માટે ડેલિગેશનની આગેવાની કરી રહ્યા છે. આ મુલાકાતમાં ઈન્ડસ્ટ્રીઝ માટે પ્રિન્સિપાલ સેક્રેટરી સેલ્વા કુમાર અને કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ મિસિસ ગુંજન મિશ્રા પણ જોડાયાં છે. એમ. બી. પાટીલે વિશ્વસ્તરે વચનો (ઉપદેશો)ની જાળવણી, પ્રકાશન અને આગળ વધારવામાં મૂલ્યવાન યોગદાનની કદર કરી શ્રી પ્રભુ હાલાકટ્ટી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એન્ટ્રેપ્રીન્યોર અશ્વિન કુમારાસ્વામી, ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની મહિલા શાખાના પ્રેસિડેન્ટ મિસિસ ગુરિન્દર રંધાવા અને AI પોલિસી લેબ્સના સીઈઓ ઉદય નાગરાજ સહિત સંખ્યાબંધ મહાનુભાવો સામેલ થયા હતા. આ પ્રસંગે લેમ્બેથના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલ, અભિજિત સાલિમથ તેમજ બ્રિટિશ ઈન્ડિયન અને કન્નડ કોમ્યુનવિટીઓના સભ્યોએ મગેમાનોનું સ્વાગત કર્યું હતું. લેમ્બેથ લોર્ડ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા લંડનમાં 20 એપ્રિલ 2025ના રોજ યોજાનારી બસવજયંતી ઉજવણીઓના ઉપક્રમે ઉપસ્થિત રહેવા કર્ણાટકના ચીફ મિનિસ્ટર સિદ્દારામૈયાહને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભારતીય વિરાસતની પ્રતીક લોર્ડ બસવેશ્વરાની પ્રતિમા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 નવેમ્બર 2015ના રોજ યુકેમાં અનાવરણ કરાયેલી આ પ્રથમ પ્રતિમા છે.