અબુ ધાબીઃ બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની સોમવારે અબુ ધાબીમાં પધરામણી સાથે જ મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા ભવ્યાતિભવ્ય મંદિરના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારત અને યુએઇ દ્વિપક્ષી સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેરનાર મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 14 ફેબ્રુઆરી - વસંત પંચમી પર્વે યોજાયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઇના ટોચના સત્તાધીશો હાજરી આપશે. યુએઇના પ્રધાન શેખ નહ્યાન મબારક અલ નહ્યાને ‘સ્ટેટ ગેસ્ટ’ પૂ. મહંત સ્વામીને આવકારતા કહ્યું હતું ‘યુએઇમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપના આગમનથી
આ દેશની ધરતી પવિત્ર થઇ છે. આપની ઉદારતા અમારા દિલને સ્પર્શી ગઇ છે, અને અમે આપની પ્રાર્થનાની અનુભૂતિ કરી રહ્યા છીએ.’
(વિશેષ અહેવાલ - પાન 27)