લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર તા. ૨૨-૧૧-૧૫ના રોજ તુલસી વિવાહનું ધામધૂમપુર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે હજાર કરતા વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અસલ લગ્ન પ્રસંગની જેમ જ સવારે ચા નાસ્તો અને બપોરે ફળાહાર સહિત ભોજન પિરસવામાં આવ્યું હતું. વરપક્ષે હરિજી પરબત સાપરીયા અને તુલસી માતા પક્ષે પ્રવિણ શિવજી વેકરિયાએ સેવા આપી હતી.