વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી 'વડિલ સન્માન' અને 'શ્રવણ સન્માન' કાર્યક્રમોનું તા. ૧૯મી માર્ચના રોજ આયોજન

Tuesday 01st March 2016 12:42 EST
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અને 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ સવારે ૧૧થી બપોરના ૪ દરમિયાન કરવામાં આવ્યું છે. આપણા માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના આ નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન યુકેમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.

શ્રવણ સન્માન કાર્યક્રમમાં આપણા વૃધ્ધ, અશક્ત અને અસક્ષમ માતા-પિતા અને વડિલોની ખરા દિલથી સાચા અર્થમાં શ્રવણની જેમ સેવા સુશ્રુષા કરતા દિકરાઅો, દિકરીઅો, જમાઇ અને પુત્રવધૂઅો તેમજ અન્ય સંબંધીઅોનું પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવશે. જેથી અન્ય સંતાનોને પણ પોતાના માતા પિતાની સેવા કરવાની પ્રેરણા મળે અને તેમના માવતરનું જીવન પણ સરસ બને. આપ જો માતા-પિતાની સેવા કરતા દિકરા-દિકરી, પુત્રવધુ કે સંતાનોને જાણતા હો તો તેની માહિતી અમને મોકલવા નમ્ર વિનંતી છે.

આજ કાર્યક્રમમાં ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોનું સરસ શબ્દોમાં આલેખિત સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે. આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનું નામ, સરનામુ, જન્મ તારીખ કે ઉંમર, મૂળ વતન, ટૂંકો બાયોડેટા, તાજેતરના ફોટો સહિતની માહિતી અમને મોકલવા નમ્ર વિનંતી છે.

બન્ને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર પરિવારે કુલ કેટલી વ્યક્તિઅો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે તેની સંખ્યા જણાવવા વિનંતી છે જેથી કેટરીંગ તેમજ અન્ય વ્યવસ્થા સુગમ થઇ પડે. જેમને આ માટેનું ફોર્મ જોઇતું હશે તેમને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે.

તમામ માહિતી અમને ફેક્સ (નંબર 020 7749 4081), ઇમેઇલ : [email protected] કે પછી પોસ્ટ દ્વારા શ્રી કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૨મી માર્ચ ૨૦૧૬ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ – 020 7749 4001 / 07875 229 211 અથવા શ્રી દર્શન ચોધા, સેક્રેટરી VHP ઇલફર્ડ, 020 8500 1041 - email [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter