વુલ્વરહેમ્પ્ટનમાં દિવાળી મેળાની રમઝટ

ધીરેન કાટ્વા Wednesday 23rd October 2024 04:44 EDT
 
 

લંડનઃ ગત શનિવાર 19 ઓક્ટોબરે વુલ્વરહેમ્પ્ટનના બ્લેકેનહોલના ફોનિક્સ પાર્કમાં વાર્ષિક દિવાળી મેળાને માણવા હજારો લોકો ઉતરી આવ્યા હતા. સ્થાનિક કલાકાર જગદીશ કુમાર દ્વારા ભગવાન ગણેશને સમર્પિત પ્રાર્થના સાથે આ નિઃશુલ્ક ફેસ્ટિવલનું જોરદાર ઉદ્ઘાટન થયું હતું. બહુમુખી પ્રતિભા ધરાવતી ડાન્સર અને કોરીઓગ્રાફર રોશની પિન્ક તેમજ MC અને રાજ શર્માના ઉત્કૃષ્ટ સંકલનને પણ સલામી આપવી જ જોઈશે.

ટોમેટો એનર્જી આ વર્ષના ઈવેન્ટના સ્પોન્સર યજમાન હતા તેમજ પારગન ભાંડાલ, પ્રેમ ચમકીલા, હિટ ધ ઢોલ, જોડી ડાન્સર્સ, જગદીશ, અરૂણ વર્મા અને મિસ્ટર તેજિન્દર સહિતની સેલેબ્રિટીઝની હાજરી તરી આવતી હતી. દિવાળીની આ ઊજવણીમાં સંગીત, નૃત્ય, ભાંગડા, અને સ્વાદિષ્ટ ફૂડની રંગત જામી હતી. આશરે 9000 લોકોએ ઊજવણીમાં ભાગ લીધાનો અંદાજ છે.

વુલ્વરહેમ્પ્ટન સિટી કાઉન્સિલ ઉપરાંત, ઈન્ડિયન મલ્ટિકલ્ચરલ સોસાયટી, શ્રી કૃષ્ણ મંદિર, ગુરુદ્વારા શીખ કાઉન્સિલ અને ગુજરાતી એસોસિયેશન વુલ્વરહેમ્પ્ટન દ્વારા આ ઈવેન્ટને સપોર્ટ કરવામાં આવ્યો હતો.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter