શનિવારે માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું ભવ્ય સન્માન

Tuesday 14th July 2015 13:48 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે.

હેરોમાં બે વખત, ક્રોયડન, લેસ્ટર અને પ્રેસ્ટન બાદ માંચેસ્ટરમાં યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું સ્ટોકપોર્ટના ડેપ્યુટી લોર્ડ મેયર કાઉન્સિલ જુન સોમેખ, કાઉન્સિલર પીટર કૂકસન, શ્રી સીબી પટેલ, માંચેસ્ટર જૈન સમાજના પ્રમુખ શ્રી પિયુશભાઇ મહેતા તેમજ અન્ય અગ્રણીઅોના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં સૌ સાથે મળીને ભક્તિ-સંગીત અને ભોજનનો આનંદ ઉઠાવીશું.

ફોર્મ મોકલનાર સૌ વડિલોને સુગમતા માટે સવારે ૧૧-૩૦ કલાકે ઉપસ્થિત રહેવા અનુરોધ છે. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી વિજયભાઇ પટેલ, જૈન સમાજ માંચેસ્ટર 07801 107 662 અથવા કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter