૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા શ્રવણની જેમ રાત-દિવસ જોયા વગર આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમના આયોજનની જાહેરાત થતાં જ ચોમેરથી અમને ઇમેઇલ, ફોન અને ફેક્સ દ્વારા સુંદર પ્રતિભાવો સાંપડી રહ્યા છે અને વહેલી તકે 'શ્રવણ સન્માન કાર્યક્રમ'નું આયોજન કરવા વિનંતીઅો થઇ રહી છે.
આપણા વૃધ્ધ, અશક્ત અને અસક્ષમ વડિલોની ખરા દિલથી સેવા સુશ્રુષા કરતા કેટલાય કેટલાય દિકરાઅો, દિકરીઅો, જમાઇ અને પુત્રવધૂઅો બ્રિટનમાં વસતા હશે. આગામી દિવસોમાં અમે સાચા અર્થમાં શ્રવણની જેમ સેવા કરતા આવા સંતાનોનું સન્માન કરવાની અમે ઇચ્છા ધરાવીએ છીએ. આ સોનેરી વિચાર અંગે અમે આપ સૌના સૂચનો આવકારીએ છીએ. આપ જો માતા-પિતાની સેવા કરતા દિકરા-દિકરી, પુત્રવધુ કે સંતાનોને જાણતા હો તો આવા વિરલાઅોની માહિતી તેમના નામ, સરનામા અને ફોન નંબર સાથેની જરૂરી માહિતી વહેલી તકે મોકલી આપવા વિનંતી છે. જેથી અમે તેમનું ઉમદા સન્માન કરી શકીએ. અમારો આશય આવા સન્માન થકી અન્ય સંતાનોને પણ પ્રેરણા આપવાનો છે જેથી તેમના માવતરનું જીવન પણ સુંદર બને.
વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ – 0207749 4001 અને Email: [email protected]