શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ યુકે દ્વારા પ્રીતિભોજન યોજાયું

Tuesday 01st September 2015 14:45 EDT
 

શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ યુકે દ્વારા વાંઝા કોમ્યુનિટી સેન્ટર ખાતે તાજેતરમાં જ પ્રીતિભોજન યોજાયું હતું. આ પ્રસંગે સમાજના સદસ્યોના નામ સરનામા તેમજ અન્ય માહિતી ધરાવતી ડીરેક્ટરી પણ પ્રકાશીત કરાઇ હતી. આર એન્ડ આર પ્રોડક્શન દ્વારા નૃત્ય રજૂ કરાયું હતું તેમજ સમાજના સદસ્યોએ ગીત, સંગીત રજૂ કર્યા હતા અને ગરબાનો લાભ લીધો હતો. સમાજના સદસ્યોને વિવિધ ચીજ વસ્તુઅોની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે સહયોગ આપનાર સૌ દાતાઅો તેમજ સહકાર આપનાર સૌ સ્પોન્સર્સ આભાર વ્યક્ત કરાયો હતો.

પ્રસ્તુત તસવીરમાં સમાજની ડિરેક્ટરી છાપી આપનાર દાતાઅોનું સન્માન કરતા ધનકુંવરબેન ટાંક, વિજયાબેન ટાંક, અમરશીભાઇ ટાંક, હેમંતભાઇ ચોટલીયા અને નાથાલાલ ચૌહાણ નજરે પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter