સંસ્થા સમાચાર તા. ૨૩-૪-૧૬

Wednesday 20th April 2016 09:19 EDT
 

હનુમાન જયંતિ મહોત્સવના કાર્યક્રમો

* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા) દ્વારા શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન ૨, વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે તા. ૨૨-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, ૧૦૮ હનુમાન ચાલીસા અને બપોરે તેમજ સાંજે મહાપ્રસાદનો લાભ મળશે. તા. ૨૩-૪-૧૬ના રોજ ૨૧ હનુમાન ચાલીસાનો લાભ મળશે. દરરોજ બપોરે ૧થી ૨-૩૦ સદાવ્રતનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી હનુમાન જયંતિ પ્રસંગે તા. ૨૨-૪-૧૬ના રોજ શ્રી ૨૭ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન સાધુ વાસવાણી સેન્ટર, ૨૫ ક્રિકલવુડ લેન, લંડન NW2 1HP ખાતે કરવામાં આવ્યું છે. સ્પોન્સરર દિપકભાઇ અને ગીતાબેન મીરપુરી તેમજ પરિવાર છે. તા. ૨૩-૪-૧૬ના રોજ ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન લોહાણા ધામેચા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* શ્રી પ્રજાપતિ એસોસિએશન બર્મિમગહામ દ્વારા SPA કોમ્યુનિટી સેન્ટર, ૨૪૯ વોરિક રોડ, ગ્રીટ, બર્મિંગહામ B11 2QX ખાતે શનિવાર તા. ૨૩-૪-૧૬ના રોજ સવારે ૧૦-૩૦થી શ્રી હનુમાન ચાલિસા અને રામનવમી ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી રામ, શ્રી હનુમાન અંગે પ્રઝન્ટેશન રજૂ કરાશે અને તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વિપુલ મિસ્ત્રી 07968 776 304.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે તા. ૨૨-૨૩ એપ્રિલના રોજ સવારના ૧૦થી સાંજના ૭ દરમિયાન હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ સી. જે. રાભેરૂ 07958 275 222.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા શનિવાર થા. ૨૩-૪-૧૬ના રોજ સવારે ૧૧થી હનુમાન જયંતિ ઉત્સવ પ્રસંગે ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ૨૧ કિલોના લાડુના દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.

* શ્રી દેપાળા હનુમાન સત્સંગ મંડળ દ્વારા તા. ૨૩-૪-૧૬ના રોજ સવારે ૧૦થી સાંજના ૬ દરમિયાન હનુમાન જયંતિ પ્રસંગે હનુમાન ચાલીસાના અખંડ પાઠનું આયોજન ધ ટોટ્રીજ એકેડેમી, બાર્નેટ લેન, લંડન N20 8AZ ખાતે કરવામાં આવ્યું છે. દર શનિવારે રાત્રે ૮થી ૧૦ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ સત્સંગીઅોને ત્યાં કરવામાં આવે છે. સંપર્ક: ભરતભાઇ 07957 167 147.

સંસ્થા સમાચાર તા. ૨૩-૪-૧૬

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે શનિવાર તા. ૩૦-૪-૧૬ના રોજ બપોરે ૧થી ૨-૩૦ દરમિયાન લંચ અને ૨-૩૦થી સાંજના ૫ સુધી ગીત સંગીત અને હાસ્યરસથી ભરપૂર મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ કેટલાક સ્ટોલ્સ પણ હશે. જેથી આપ શોપીંગ પણ કરી શકશો. આ ઉપરાંત સેન્ટરમાં દર મહિનાના પહેલા શુક્રવારે સાંજે ૭-૩૦ વાગે ભજન અને મહિનાના ત્રીજા મંગળવારે બપોરે ૨થી ૪ સ્મોકલેસ હવન કરવામાં આવશે. દર ગુરૂવારે સાંજે ૬-૩૦થી ૮-૩૦ જલારામ બાપાના ભજન અને ત્યાર બાદ પ્રસાદ અને દર શનિવારે બપોરે ૩થી ૫ સુધી ૧૧ હનુમાન ચાલીસાના પાઠ થશે. સંપર્ક: 020 8861 1207.

* પૂ. ગીરીબાપુની શિવકથાનું આયોજન ટેલફર્ડ ક્લચરલ અને લેઝર સેન્ટર, હાઇસ્ટ્રીટ, હેડલી TF1 5NG ખાતે તા. ૨૩થી ૧૯ એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે. * તા ૩૦-૪-૧૬થી તા. ૬-૫-૧૬ દરમિયાન શ્રી રામમંદિર, ૮ વોટફર્ડ રોડ, પાર્કબ્રુક B11 1NR ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: અશ્વીન પટેલ 07949 888 226.

* શ્રી ગોવર્ધનનાથજીની શુધ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે તા. ૧ મે, ૨૦૧૬થી ભજન દરરોજ બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ અને સાંજે ૬.૩૦ – ૭.૩૦, દર શનિવારે સાંજે ૪.૩૦ - ૫.૩૦ મુખીયાજી દ્વારા પ્રવચન અને દર શનિવારે અને રવિવારે બપોરે ૧૨.૩૦થી સાંજે ૭.૩૦ સુધી પ્રસાદ/ભોગ મળશે. તા. ૨૫મી એપ્રિલે નવા મુખિયાજી આવશે. સંપર્કઃ 020 8902 8885 or 07958 275 222.

* ચિન્મય મિશન યુકે દ્વારા સાઉથ ક્રોયડન ખાતે તા. ૨૩-૪-૧૬ અને તા. ૩૦-૪-૧૬ તેમજ તા. ૧૪-૫-૧૬ અને તા. ૨૧-૪-૧૬ દરમિયાન 'ફંડામેન્ટલ્સ અોફ વેદાઝ'ના ચાર વર્કશોપનું આયોજન સવારે ૧૦થી ૧ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: સંપર્ક: 07738 176 932.

* વૈષ્ણવાચાર્ય શ્રી હરિરાયજી મહોદય (કડી - અમદાવાદ) ધર્મ પ્રચાર યુકે યાત્રા માટે તા. ૮ એપ્રિલ ૨૦૧૬ના રોજ યુકે પધાર્યા છે. તેઅો તા. ૯ મે, ૨૦૧૬ સુધી યુકેમાં કથા સત્સંગ વગેરેનો લાભ આપશે. સંપર્ક: 07944 602 777.

* યુકે શ્રી પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા શ્રી મહાપ્રભુજી પ્રાકટ્ય મહોત્સવનું આયોજન મંગળવાર તા. ૩-૫-૧૬ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, ડાઇનીંગ હોલ, કેન્મોેર એવન્યુ, હેરો HA3 8LU ખાતે કરવામાં આવ્યું છે. મહાપ્રભુજીના પલના અને ધોતી - ઉપરણાનો લાભ મળશે. સંપર્ક: મધુબેન સોમાણી 020 8954 2142 અને દીપીકાબેન દેસાઇ 020 8343 0888.

* ગુર્જર હિન્દુ યુનીયન ક્રોલી અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા તા. ૧થી ૭ મે દરમિયાન શ્રી પ્રજાપતિ કોમ્યુનિટી સેન્ટર, અલ્વર્સક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY ખાતે પૂ. ચિન્મયાનંદજી બાપુની હનુમંત કથાનું આયોજન કરવામાં અવ્યું છે. સંપર્ક: નિશાબેન 07930 271934.

* નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવાર તા. ૩૦-૪-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે હરીબેન બચુભાઇનાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, સ્ટ્રેટફર્ડ, લંડન E15 1DT ખાતે 'સુરો કી સરગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતથી પધારેલા પ્લેબેક સિંગર મૃદુલા દેસાઇ અને આનંદ પલવનકર ગીત સંગીત જરૂ કરશે. સંપર્ક: 020 8555 0318 અને ઉમીબેન 07760 388 911.

* શ્રેયા ઘોષાલ લાઇવ ઇન કોન્સર્ટનું આયોજન શનિવાર તા. ૬-૫-૧૬ના રોજ રોજ ડી મોન્ટફોર્ટ હોલ, લેસ્ટર ખાતે સાંજે ૭થી અને તા. ૭-૫-૧૬ના રોજ સાંજે ૭ થી ઇવેન્ટીમ એપોલો હેમરસ્મિથ, લંડન ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8907 0116.

* ત્વચાની સમસ્યાઅો માટે વૈદ્ય સ્મિતા નરમના કન્સલ્ટેશનનો લાભ આગામી તા. ૯, ૧૦, ૧૧ મે ૨૦૧૬ના રોજ વોટફર્ડ ખાતે અને તા. ૧૪-૧૫ મેના રોજ કોવેન્ટ્રી ખાતે મળશે. સંપર્ક: www.ayushakti.co.uk.

* પંકજ સોઢા, ગેલેક્ષી શોઝ પ્રસ્તુત નાટક 'વાર લાગી થોડી પણ જામી ગઇ જોડીના' શોનું આયોજન વિન્સ્ટન ચર્ચીલ હોલ, પીન વે, રાયસ્લિપ HA4 7QL ખાતે * સોમવાર તા. ૨-૫-૧૬ના રોજ બપોરે ૨ કલાકે રીફ્રેશમેન્ટ સાથે (સંપર્ક: દીપા 07947 561 947) * તેમજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે (સંપર્ક: મંજુ: 07931 534 270) શોનું આયોજન કરવામાં આવ્યું છે. * ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન W14 8HE ખાતે (સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 07931 708 026) શોનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા અોર્ગન ડોનેશન ડ્રાઇવ તથા પૂ. રાકેશભાઇનું પ્રવચન

* શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા તા. ૨૪-૪-૧૬ના રોજ બપોરે ૨ કલાકે મહાવીર ફાઉન્ડેશનના સહકારથી કિંગ્સબરી હાઇસ્કૂલ, બેકન લેન, કિંગ્સબરી, લંડન NW9 9AT ખાતે અોર્ગન ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. (સંપર્ક: મંથન તાસવાલા 07920 105 093). * શ્રીમદ રાજચંદ્ર મિશન, દિલ્હીના બેન શ્રી રત્ના પ્રભુના પ્રવચનનું આયોજન તા. ૨૭-૪-૧૬ના રોજ રાત્રે ૮ કલાકે અોશવાલ સેન્ટર, કૂફર્સ લેન, નોર્થો EN6 4DG ખાતે કરવામાં આવ્યું છે. (સંપર્ક: રીટા સોની 07908 276 302). નવનાત વણિક એસોસિએશન, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ UB3 1AR ખાતે તા. ૫-૫-૧૬ના રોજ ગુરૂવારે સાંજે ૭-૩૦ કલાકે અોર્ગન ડોનેશન ડ્રાઇવ અને તે પછી રાત્રે ૮થી ૧૦ દરમિયાન પૂ. રાકેશભાઇના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૬-૫-૧૬ના રોજ રાત્રે ૮થી ૧૦, તા. ૭ના રોજ સવારે ૧૦થી ૧૨ અને રાત્રે ૮થી ૧૦ તેમજ તા. ૮ના રોજ સવારે ૧૦થી બપોરના ૧૨ દરમિયાન JFS સ્કૂલ, ધ મોલ, કેન્ટન HA3 9TE ખાતે પૂ. રાકેશભાઇના પ્રવચનનું આયોજન કરવામાં અવ્યું છે. તા. ૭-૫-૧૬ના રોજ સવારે ૯-૩૦ કલાકે અોર્ગન ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: મયુર મહેતા 07957 140 261.




to the free, weekly Gujarat Samachar email newsletter