અમદાવાદઃ એસજીવીપીના શિક્ષક અને વિદ્યાર્થીઓએ 75 ફૂટ લાંબી શિક્ષાપત્રી લખીને અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિય-દાસજીને ભેટ આપી છે. શિક્ષાપત્રીમાં ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરાયો છે, જેમાં હજાર વર્ષ સુધી લખાણ સચવાય તેવા સાંગાનેરી પેપરનો ઉપયોગ કરાયો છે. બરુના ઝાડની ડાળીમાંથી કલમ બનાવી શિક્ષાપત્રી પર લેખન કરાયું છે. આ શિક્ષાપત્રીમાં 212 શ્લોક લખવામાં આવ્યા છે. શિક્ષાપત્રીમાં રાજસ્થાનના સાંગાનેરી પેપરનો ઉપયોગ કરાયો છે. આ પેપર પરનું લખાણ 1000 વર્ષ સુધી ટકે છે. જ્યારે તલના તેલના દીવાની મેશમાં ગુંદર ઉમેરી તેની શાહી બનાવાઇ હતી. બરુના ઝાડની ડાળીમાંથી બનાવેલી કલમનો ઉપયોગ કરી તેમાં લેખન કરાયું છે. આ શિક્ષાપત્રી બનાવતી વખતે પણ પવિત્રતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ શિક્ષાપત્રી બનાવવા માટે અંદાજિત ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો.