તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ - નાતાલમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોના પીડિતોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડવા માટે ત્યાંના વ્યક્તિઓ તથા સંસ્થાઓ કાર્ય કરી રહ્યા છે. BAPS ચેરિટીઝ સાઉથ આફ્રિકા પણ દાતાઓની મદદથી આ પ્રયાસનો એક હિસ્સો બની શકી હતી.
BAPS ચેરિટીઝે તેના રાહત કાર્યના પ્રથમ તબક્કામાં એક ટન ટીન્ડ બીન્સ સાથે ૮ મેટ્રિક ટન ચોખા અને દાળનો જથ્થો એકત્ર કરીને મોકલી દીધો હતો. BAPS ચેરિટીઝના ત્યાં રહેલા સહયોગીઓ દ્વારા તેનો ઉપયોગ હોટ મીલ્સ બનાવવામાં થશે અને અસરગ્રસ્ત વિસ્તારોના ઘરોમાં દાળ, ચોખા અને બીન્સનું વિતરણ પણ કરવામાં આવશે.
આ ક્ષેત્રમાં અનુભવ ધરાવતી NGOsને આગળ વિતરણના હેતુસર BAPS ચેરિટીઝ દ્વારા બાળકો માટેની કુલ ૨૫,૦૦૦ નેપીઝ પણ પહોંચાડવામાં આવી હતી.
ડરબન શહેરની આસપાસના વિસ્તારોમાં સાફસૂફીના દક્ષિણ આફ્રિકાના લોકોના સંગઠિત પ્રયાસોમાં BAPS ચેરિટીઝના વોલન્ટિયર્સ પણ જોડાયા હતા