નેપાળમાં કોરોના વાઈરસનું સંક્રમણ અને તેને લીધે મૃત્યુની સંખ્યા વધી હતી અને તેમાં ડેલ્ટા વેરિઅન્ટને લીધે વધારો થયો હતો. યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ તેને મદદરૂપ થવા ૩૩ ઓક્સિજન કન્સેન્ટ્રેટર ડોનેશન તરીકે મોકલ્યા હતા.
નેપાળમાં ઓક્સિજન અને ક્રિટીકલ કેર બેડની અછતને લીધે ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સ દ્વારા પૂરી પાડવામાં આવી રહેલી લાઈફ સેવિંગ સર્વિસને અસર પહોંચી હતી. BAPS એ દેશના માનવતાવાદી વોલન્ટિયર્સના ગ્રૂપ નોબલ કમ્પેશનેટ વોલન્ટિયર્સ (NCV) નેપાળને ૩૩ પોર્ટેબલ ઓક્સિજન કન્સેન્ટ્રેટર મોકલ્યા હતા જે ૨૮ જૂને કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્વીકારવામાં આવ્યા હતા.
NCV નેપાળ બોલીવુડ અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) ના નેપાળ માટેના ગુડવીલ એમ્બેસેડર મનીષા કોઈરાલા સાથે મળીને આ કન્સેન્ટ્રેટર્રસનું અંતરિયાળ વિસ્તારની અને ઓક્સિજનની અતિ જરૂરિયાતવાળી હોસ્પિટલોમાં વિતરણ કરશે.
હીઝ એક્સેલન્સી લોકદર્શન રેગ્મી, યુકે ખાતેના નેપાળના એમ્બેસેડરે આ ડોનેશન માટે પ્રશંસાનો સંદેશ મોકલ્યો હતો.
NCV નેપાળના ચેરપર્સન યાદવ ગૌતમે આ ડોનેશન માટે BAPS યુકેનો આભાર માન્યો હતો.
BAPS યુકેના લીડ વોલન્ટિયર કમલેશ પટેલે જણાવ્યું કે નેપાળની સ્થિતિ જાણીને ખૂબ દુઃખ થયું હતું. તેમણે કહ્યું કે આ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સથી લોકોના જીવ બચાવવાના રાહત પ્રયાસોમાં મદદ મળશે.