લંડનઃ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) નિસડન મંદિરના સાઉથ ઈસ્ટ મંડળ દ્વારા ટાઉનહોલ ખાતે દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. એકતા અને સંવાદિતાની ભાવના સાથે કરાયેલી ઊજવણીના મુખ્ય મહેમાન તરીકે મેયર અને રોયલ બરો ઓફ ગ્રીનીચ ઉપસ્થિત રહ્યા હતા.
નિસડન મંદિરના સાઉથ ઈસ્ટ મંડળે વૂલીચમાં કોમ્યુનિટીનો હિસ્સો હોવાં બદલ ગર્વ દર્શાવવાની સાથે સંસ્કૃતિઓ અને પરંપરાઓના વિનિમય મારફત આપણી વિરાસતમાં સહભાગી બની રહેવા અને એકતાને પોષવાની તક મળવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કોમ્યુનિટીની સહભાગિતામાં યોગદાન આપવામાં મંડળને આનંદ થયો હતો. મંડળની કિશોરીઓએ પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં વિશ્વશાંતિ અર્થે શાંતિપાઠનું પઠન કર્યું હતું તેમજ દિવાળી વિશે સંબોધન પણ કર્યું હતું. કાઉન્સિલ અને વૂલીચ કોમ્યુનિટીના સપોર્ટ થકી યાત્રા વધુ અર્થસભર અને યાદગાર અનુભવ બની હોવાનું પણ મંડળે જણાવ્યું હતું.