BAPS સ્વામીનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ,નીસડન, લંડન NW10 8LD ખાતે આગામી તા. ૮-૮-૧૫ શનિવારના રોજ અને તા. ૯-૮-૧૫ રવિવારના રોજ બપોરે ૩-૪૫થી ૬-૪૫ દરમિયાન સુવર્ણ તુલા સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની આજથી ૩૦ વર્ષ પૂર્વે સુવર્ણ તુલા કરવામાં આવી હતી તેની ઉજવણીના ભાગ રૂપે બે દિવસના મહાઉત્સવનું શાનદાર આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અગાઉથી ફાળવવામાં આવેલા દિવસે જ પધારવા યુકેના વિવિધ શહેરો અને નગરોના હરિભક્તોને સૂચના આપવામાં આવી છે. વાહનોના પાર્કિંગ માટે સ્વામીનારાયણ સ્કૂલ અને ટેસ્કો સ્ટોર્સ ખાતે વ્યવસ્થા કરાઇ છે. ટેસ્કોથી શટલ બસ સર્વિસની વ્યવસ્થા કરાઇ છે. ઉત્સવ પછી શાયોના કાર પાર્કની માર્કીમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.