લંડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ૩ ઓક્ટોબરના રોજ પ.પૂ. મહંત સ્વામીની ૮૫મી જન્મ જયંતીની ઉજવણી અને સ્મૃતિ પર્વનું આયોજન કરાયું છે. બુધવાર - ૩ ઓક્ટોબરે તિથિ ઉત્સવ જ્યારે શનિવાર - ૬ ઓક્ટોબરે પ્રતીક ઉત્સવ ઉજવાશે.
પ.પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા છ દસકા કરતા પણ વધુ સમયથી પ.પૂ. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ.પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીના માર્ગદર્શન તળે દેશ-વિદેશમાં ગામ, નગર અને શહેરોમાં વિચરણ કરીને ધર્મ-સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા છે. પ.પૂ. મહંત સ્વામીનો સમર્પણભાવ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. અંતરમનમાં ડોકિયું કરાવતા પ.પૂ. મહંત સ્વામીના પ્રેરણાદાયી પ્રવચનોએ સમાજના તમામ વર્ગોમાં, આબાલવૃદ્ધ હરિભક્તોના જીવનમાં અધ્યાત્મનો પ્રકાશ રેલાવ્યો છે.
પ.પૂ. મહંત સ્વામી મહારાજ જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે બીએપીએસ શ્રી સ્વામીનારાયમ મંદિર - લંડન દ્વારા વિશેષ સ્મૃતિ પર્વ કથા શ્રેણી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણી પ્રસંગે સદ્ગૂરુ પૂ. ત્યાગવલ્લભ સ્વામી સવિશેષ ઉપસ્થિત રહેશે.
• મહિલા ઉત્સવઃ મહંત સ્વામીને રાજી કરીએ
(૨૯ સપ્ટેમ્બર - મહાપ્રસાદઃ સાંજે ૫.૩૦થી ૭-૦૦ - ઉત્સવ સભાઃ સાંજે ૭-૦૦થી ૯-૦૦)
• સ્મૃતિ પર્વ
સેલિબ્રેટિંગ ધ લાઇફ એન્ડ વર્ક ઓફ અવર ગુરુ પરંપરા (પૂ. જનમંગલ સ્વામી)
(૧થી ૫ ઓક્ટોબર, મહાપ્રસાદઃ સાંજે ૭.૨૦થી ૮-૦૦, સમયઃ રાત્રે ૮-૧૫થી ૧૦-૦૦)
• તિથિ ઉત્સવઃ મહંત સ્વામીને રાજી કરીએ
(૩ ઓક્ટોબર, મહાપ્રસાદઃ સાંજે ૭.૨૦થી ૮-૦૦, સમયઃ રાત્રે ૮-૦૦થી ૧૦-૦૦)
• પ્રતીક ઉત્સવઃ મહંત સ્વામીને રાજી કરીએ
(૬ ઓક્ટોબર, મહાપ્રસાદઃ સાંજે ૫.૩૦થી ૭-૦૦, ઉત્સવ સભાઃ સાંજે ૭-૦૦થી ૮.૪૫)