૭ જુલાઈ ૧૯૭૦ના રોજ ફ્રાન્સમાં સ્ટોપેજ દરમિયાન પૂ. યોગીજી મહારાજે પૂ. પ્રમુખ સ્વામી મહારાજને તેમના વતી યુરોપની ભૂમિ પર પગલાં પાડવા વિનંતી કરી હતી. પૂ. પ્રમુખ સ્વામીની યુરોપની આ પ્રથમ મુલાકાત હતી. ૫૦ વર્ષમાં પૂ. પૂ. પ્રમુખ સ્વામીએ તેમના ગુરુના વિઝનને સાકાર કરવા અને હરિભક્તોને પરમ આનંદની અનુભૂતિ કરાવવા મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરીને યુરોપના કેટલાંક દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન દ્વારા યુરોપમાં સત્સંગના ૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે બે ભાગની ડોક્યુમેન્ટરી ‘યુરોપ રંગવુ છે’ તા.૨૪.૦૧.૨૧ને રવિવારે ૪.૪૫ GMT અને ૫.૪૫ CET વાગે neasdentemple.org પર દર્શાવવામાં આવશે. આ ડોક્યુમેન્ટરીનો બીજો ભાગ તા.૩૧.૦૧.૨૧ને રવિવારે ૪.૪૫ GMT અને ૫.૪૫ CET વાગે neasdentemple.org પર નિહાળી શકાશે. સંપર્ક. 020 8965 2651