BAPSના નિષ્ઠાવાન સત્સંગી ચંદુભાઇ દાલીયાનું નિધન

Wednesday 06th April 2016 07:53 EDT
 

BAPSના નિષ્ઠાવાન સત્સંગી અને મૂળ જીંજા, યુગાન્ડાના વતની તથા હાલ લંડનમાં વસતા શ્રી ચંદુભાઇ છત્રભૂજભાઇ દાલીયા તા. ૪-૪-૧૬ના સોમવારના રોજ અક્ષરનિવાસી થયા છે. સેવાભાવી અને સમર્પિત સત્સંગી તરીકે નામના મેળવનાર શ્રી ચંદુભાઇ જીંજામાં શ્રી મગનભાઇના સંપર્કમાં આવ્યા હતા અને બાલ મંડળમાં જોડાયા હતા. તેઅો ઇસ્ટ આફ્રિકામાં વિચરણ માટે ગયેલા બ્ર. સ્વ. પૂ. યોગીજી મહારાજના દર્શન કરવામાં પણ સદ્ભાગી બન્યા હતા.

તેઅો ૧૯૭૨માં યુકેમાં સ્થાયી થયા હતા અને પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના પરમ ભક્ત થઇ પૂ. બાપા સાથે પણ જોડાણ સાધ્યું હતું. તેમનું સત્સંગનું જોડાણ સતત વધતું ચાલ્યું હતું અને તેમણે સત્સંગ, સેવા અને ભક્તિના સંસ્કાર અને મુલ્યો પોતાના સંતાનો અને મિત્રોને પણ આપ્યા હતા અને તે સૌને વિવિધ સેવા કાર્યોમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી.

પૂ. ચંદુભાઇએ આપેલી અદ્વિતિય સેવા અને સહકારના કારણે લંડન સ્થિત નિસડન સ્વામિનારાયણ મંદિર અને ધ સ્વામિનારાયણ સ્કૂલની જમીન મળવાનું શક્ય બન્યું હતું. ૧૯૯૫માં પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે મંદિરની હવેલીનો શુભારંભ કરવાનો અવસર પણ તેમને સાંપડ્યો હતો.

પ. ભ. શ્રી ચંદુભાઇ તેમની પાછળ ધર્મપત્ની શ્રીમતી ચંદ્રબાલાબેન, ત્રણ ભાઇઅો રસિકભાઇ, અશોકભાઇ અને મુકેશભાઇ તેમજ બે દિકરીઅો હીનાબેન અને શીતલબેન, જમાઇઅો રાજ અને વિજય તેમજ ચાર દોહિત્ર-દોહિત્રીઅો કુશલ, અનુષ્કા, શાયન અને કિઆનને વિલાપ કરતાં મૂકી ગયા છે. તેમના નિધનથી માત્ર તેમના પરિવારજનો જ નહિં પણ સમગ્ર BAPS સંસ્થા અને સત્સંગી સમુદાયને ખોટ પડી છે. ભગવાન સ્વામિનારાયણ અને પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કે પૂ. ચંદુભાઇને અક્ષરધામમાં સ્થાન આપી શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.

સદ્ગતના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા તા. ૭-૪-૧૬ ગુરૂવારના રોજ સાંજે ૮થી ૯-૩૦ દરમિયાન કડવા પાટીદાર સમાજ, હેરો ખાતે યોજાશે. જ્યારે અંતિમક્રિયા તા. ૯-૪-૧૬ શનિવારના રોજ બપોરે ૧૨ કલાકે ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરિયમ, લંડન ખાતે થશે. તે પૂર્વે સદ્ગતના દેહને ધ સ્વામિનારાયણ સ્કૂલ જીમ, નિસડન ખાતે અંતિમ દર્શન અર્થે લવાશે.

સંપર્ક: 020 8954 1214 ® અને રસિકભાઇ 07958 033 432 (M)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter