BAPSના વરિષ્ઠ સંત પૂ. ઘનશ્યામચરણ સ્વામી લંડનની મુલાકાતે

Tuesday 24th April 2018 15:04 EDT
 
 

BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ઘનશ્યામચરણ સ્વામી તેમની નોર્થ અમેરિકાની મુલાકાત પહેલા શુક્રવાર તા. ૨૭ના રોજ લંડનની મુલાકાતે પધારી રહ્યા છે અને લંડનમાં સત્સંગનો લાભ આપીને તેઅો તા. ૧ મે મંગળવારે કેનેડા જવા રવાના થશે. તેઅો પરત થતી વખતે નવેમ્બર માસમાં પણ લંડન ખાતે રોકાણ કરશે.

પૂ. ઘનશ્યામચરણ સ્વામી શનિવાર તા. ૨૮-૪-૧૮ના રોજ નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે સાંજે ૫ કલાકે યુવક – યુવતી મંડળ, સાંજે ૫-૧૫ શીશુ મંડળ, સાંજે ૭-૧૦ કલાકે કિશોરી મંડળ, બાલ બાલિકા મંડળ, સંયુક્ત મંડળની સભાને સંબોધન કરશે.

રવિવાર તા. ૨૯-૪-૧૮ના રોજ પૂ. સ્વામી શ્રી એન્યુઅલ ટેન કે ચેલેન્જ કાર્યક્રમમાં ગિબ્સન ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેશે. જેની નોંધણી ૮ કલાકે અને ચેલેન્જની શરૂઆત ૯ કલાકે થશે. તે પછી બપોરે ૧ કલાકે ફેમીલી ફન ડે થશે. પૂ. સ્વામી શ્રી નીસડન મંદિર ખાતે સાંજે ૫થી ૭ સભાને પણ સંબોધીત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter