જેએફએસ કેન્ટન ખાતે એ આર રહેમાન અને બોલિવૂડ મેલોડિઝ થીમ પર આધારિત જય હો કોન્સર્ટનું આયોજન કરાયું હતું. આ ગ્રાન્ડ એન્યુઅલ કોન્સર્ટમાં ગીતાંજલિ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સના 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે એકસાથે મળીને મંચ પર વિવિધ ગીતો અને ડાન્સ પર્ફોર્મન્સ આપ્યાં હતાં. સુનિલ જાધવના નેતૃત્વમાં છ ટોચના સંગીતકારોએ આ કોન્સર્ટમાં યંગ ટેલેન્ટને સપોર્ટ આપ્યો હતો. આ પ્રસંગે ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમના પર્ફોર્મન્સ માટે પ્રોત્સાહિત કરતાં એવોર્ડ અપાયાં હતાં. ગીતાંજલિ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સના સ્થાપક અને ડિરેક્ટર જયીતા ઘોષે જણાવ્યું હતું કે, આ કોન્સર્ટનો મુખ્ય હેતૂ વિદ્યાર્થીઓને ગીતો ગાવા અથવા તો વાદ્યો વગાડતા શીખવવાનો માત્ર નહીં પરંતુ તેમનામાં શાસ્ત્રીય અને સુગમ સંગીતનો વિકાસ થાય તે હતો.