લંડનઃ Wealth-i ગ્રૂપના સીઈઓ વિનેશ વિજયકુમાર દ્વારા સ્પોન્સર કરાયેલી હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF)ની ભારે સફળ નેટવર્કિંગ ત્રિમાસિક બેઠક મેરિયોટ ડેલ્ટા હોટેલ્સ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં બિઝનેસ અગ્રણીઓ અને એન્ટ્રેપ્રીન્યોર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સીમાચિહ્ન સિદ્ધિઓ અને નોંધપાત્ર સહકાર સાથેની આ બેઠકમાં વૈશ્વિક હિન્દુ કોમ્યુનિટીમાં એકતા અને સહકારના HEFનાં કેન્દ્રિત ધ્યેયની મજબૂતી જોવાં મળી હતી.
વર્ષ 2014માં WHEF London CIC તરીકે આરંભ કરાયા પછી ચેરમેન સ્વામી વિજ્ઞાનાનંદજીના વિઝનરી નેતૃત્વ અને પ્રેસિડેન્ટ અનિલ પૂરી અને વાઈસ પ્રેસિડેન્ટ સુભાષ ઠકરારના માર્ગદર્શન હેઠળ યુકે ચેપ્ટરે નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે. બેઠકમાં સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશન, ઈન્ડિયન ડાયસ્પોરા ઈન યુકે (IDUK ), ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયન સોસાયટી (FISI), ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP), બ્રિટિશ તામિલ ફોરમ (BTF), વિશ્વ હિન્દુ પરિષદ (VHP), સટન ફ્રેન્ડ્ઝ, ઈન્સ્પાઈરિંગ ઈન્ડિયન વિમેન (IIW), યુકે ભારત એસોસિયેશન (UKBA), કેન્ટ હિન્દુ સમાજન અને બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલ જેવાં અગ્રેસર એસોસિયેશનોના પ્રતિનિધિઓ ઉપરાંત, સ્થાનિક કાઉન્સિલરો અને બિઝનેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઈવેન્ટમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી હિન્દુ કોમ્યુનિટીમાં નારી નેતૃત્વ અને એન્ટ્રેપ્રીન્યોરશિપની પહેલ HEF વિમેન એમ્પાવરમેન્ટ વિંગનું સત્તાવાર લોન્ચિંગ કરાયું હતું. આ ઉપરાંત, ડો. રીચા સિન્હાના પ્રમુખપદે સ્કોટલેન્ડ ચેપ્ટરની સત્તાવાર જાહેરાત કરાઈ હતી જે 20 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ કરાશે.
Wealth-i ઈન્ટરનેશનલ યુકેના સીઈઓ વિનેશ વિજયકુમારે HEFના મિશનને તેમની કંપનીના સપોર્ટની જાહેરાત કરી કહ્યું હતું કે, ‘ઈન્વેસ્ટમેન્ટ્સ, પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ્સ, હોસ્પિટાલિટી, લીગલ અને બિઝનેસ સપોર્ટ,પેમેન્ટ સર્વિસીસ સહિત અમારી વૈવિધ્યપૂર્ણ સર્વિસીસ સાથે અમે વૈશ્વિક સ્તરે બિઝનેસ કોમ્યુનિટીને સપોર્ટ કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.’ દુબઈમાં વડું મથક ધરાવતું Wealth-i ગ્રૂપ ભારત (મુંબઈ, બેંગલોર, કોચીન), થાઈલેન્ડ, નેપાળ, કિર્ગીઝીસ્તાન, ટાન્ઝાનિયા અને ઓસ્ટ્રેલિયામાં કાયરત છે તેમજ યુનાઈટેડ કિંગ્ડમ અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ વચ્ચે દ્વિપક્ષી વેપાર આગળ વધારવા યુકેમાં કામગીરી વધારી છે.
HEF Ukના સીઈઓ શંકરે હિન્દુ સમાજના વિવિધ ક્ષેત્રોમાં એકતા સ્થાપવા તથા જ્ઞાનની આપ-લે, નેટવર્કિંગ અને બિઝનેસવૃદ્ધિ માટે પ્રોત્સાહક અને મજબૂત પ્લેટફોર્મ સ્થાપવાનું ધ્યેય દર્શાવ્યું હતું. HEF થકી હજારો સભ્યોમાં સંપર્ક સ્થપાયો છે તેમજ લાખો પાઉન્ડના વેપાર વ્યવહારો શક્ય બન્યા છે. ગત થોડાં વર્ષોમાં ગ્રોથ કોઓર્ડિનેટર તરીકે બહુમૂલ્ય યોગદાન આપવા બદલ રાજેશ રંજન સિંહને લંડન ચેપ્ટરના પ્રેસિડેન્ટ તરીકે પ્રમોશન આપવાની જાહેરાત પણ શંકરે કરી હતી.
HEF આવશ્યક પ્લેટફોર્મ પુરું પાડે છે જ્યાં બિઝનેસીસ ઈન્વેસ્ટર્સ, વેન્ટર કેપિટાલિસ્ટ્સ અને હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓ સાથે સંકળાઈ શકે છે. આ ફોરમ ધર્મ અને રાજકારણની બાબતોમાં તટસ્થ રહી હિન્દુ કોમ્યુનિટીના આર્થિક વિકાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગ 15 – 24 ડિસેમ્બર, 2024 દરમિયાન યોજાનાર છે. વધુ માહિતી www.hef-uk.com પરથી મેળવી શકાશે.