કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતાપદની હોડ ઉગ્ર બની છે, બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઇ રહી છે, ઘણી શાળાઓમાં વેકેશન શરૂ થયાં છે અને બ્રિટિશ લાયનેસે યુરોપિયન કપમાં વિજય હાંસલ કર્યો તેવા મહત્વના સપ્તાહમાં થેરેસાએ આગામી પેઢીના નેતાઓની યુથ ઇવેન્ટમાં એચએસએસ યુકેની ભરપૂર પ્રશંસા કરી હતી. તમને એમ હશે કે મોટાભાગના લોકો તેમના ટેલિવિઝન સ્ક્રીન સામે બેસી રહ્યાં હશે અથવા તો લાઇવ સ્પોર્ટ્સ જોઇ રહ્યાં હશે અથવા તો વેકેશન માણવા પહોંચી ગયાં હશે પરંતુ માફ કરજો એચએસએસ યુકેના 400 કરતાં વધુ સ્વયંસેવકો સંસ્કાર, સેવા અને સંગઠન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સાથે 9 દિવસના સંઘ શિક્ષા વર્ગ તરીકે ઓળખાતા લીડરશિપ ટ્રેનિંગ કોર્ષમાં હાજર રહ્યાં હતાં.
કોરોના મહામારીના 3 વર્ષ પછી ફરી એકવાર આ વર્ષે સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરાયું જેમાં રેકોર્ડ સંખ્યામાં પુરુષો, મહિલા, કિશોર અને કિશોરીઓ બ્રિટનના 60 કરતાં વધુ શહેરો અને 16 અલગ અલગ પ્રકારની ભાષા બોલતા સમુદાયોમાંથી હાજર રહ્યાં. તેમની સાથે 74થી વધુ વયના સૌથી વૃદ્ધ પણ સામેલ હતાં.
એક સપ્તાહ લાંબા રેસિડેન્સિયલ કોર્ષમાં સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોન જેવી અડચણોથી દૂર રહીને સાદા ભોજન અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સાધના કરવામાં આવી જેમાં વિદ્વાન વક્તાઓ દ્વારા શિક્ષણ અપાયું, શારીરિક ક્ષમતા વિકસાવવાની તાલીમ અપાઇ. સૌથી મુશ્કેલ સમય સગીરો માટે હતો કારણ કે તેમને વહેલા ઊઠી જવું પડતું અને અન્ય ભાગ લેનારા સાથે રૂમ શેયર કરીને સૂવું પડતું હતું. ઇવેન્ટમાં ભાગ લેનાર એક વ્યક્તિએ કહ્યું કે મારા મોટાભાગના વેકેશનમાં હું ખૂબ આનંદ કરતો પરંતુ તેમાંનું ભાગ્યે જ મને યાદ રહેતું. હું ભાગ્યે જ સારા મિત્રો બનાવી શક્યો હતો પરંતુ અહીં મને ગાઢ મિત્રો પ્રાપ્ત થયાં છે ને તે આજીવન મારી સાથે રહેશે.
ભાગ લેનારાને ભાગ્યે જ એમ લાગ્યું કે તેઓ રાજકિય ચર્ચાઓ ચૂકી ગયાં છે કારણ કે હિંદુ સમાજના સમર્થક સાંસદ બેરી ગાર્ડિનર સહિતના વિવિધ કાઉન્સિલરોએ આવીને એચએસએસ યુકેના સભ્યોની મુલાકાત લઇ ચર્ચા કરી તેમજ હિન્દુ વિરોધી તત્વો સામે લેબર પાર્ટીની મદદ ઓફર કરી હતી. બેરોનેસ સેન્ડી વર્માએ પણ જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટીએ હિંદુ સમુદાય માટે વધુ કામ કરવાની જરૂર છે. બંનેએ એસએસવી ખાતે એચએસએસ યુકે દ્વારા છેલ્લા 50 વર્ષથી સમગ્ર બ્રિટનમાં ચાલી રહેલી કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના અંતમાં 800 કરતાં વધુ સ્વયંસેવકોની હાજરીમાં મુખ્ય મેહમાન રાઇટ ઓનરેબલ થેરેસા વિલિયર્સે કોરોના મહામારી દરમિયાન એચએસએસ યુકે દ્વારા કરાયેલા કામોની પ્રશંસા કરી હતી.
હિંદુ સ્વયંસેવક સંઘ યુકેના જોઇન્ટ જનરલ સેક્રેટરી ડો. યોગેશ જોશીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ સાંસદો અને બેરોનેસ જ્યારે પણ હિંદુ સમાજને જરૂર પડી છે ત્યારે સમર્થનમાં આવીને ઊભા છે. હિંદુ સમાજ આકરો પરિશ્રમ કરનાર અને સરકારની તિજોરીમાં સૌથી વધુ ટેક્સ ચૂકવતો સમાજ છે. તેમ છતાં નીતિવિષયક બાબતોમાં તેમની અવગણના થાય છે અને પોલિટિકલ એજન્ડા ધરાવતા લોકો દ્વારા સમાજને બદનામ કરાય છે.