લંડનઃ ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) યુકે ચેપ્ટર દ્વારા મે 15 અને 16 તારીખોએ ઉત્સાહી અને માહિતીપ્રદ એકાઉન્ટેક્સની સફળતાના પગલે 17 મેએ વિશિષ્ઠ નેટવર્કિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં SMEs અને સ્ટાર્ટઅપ્સના સશક્તિકરણ તેમજ ભારતમાં આઉટસોર્સિંગ કામગીરીને સંબંધિત પેનલચર્ચા યોજાઈ હતી.
પ્રતિભાશાળી સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલના હાથે આ ઈવેન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. ચેરમેન વિવેક સરાઓગીએ અનુરાધા પૌડવાલની સાથે અન્ય માનવંતા મહેમાનો લોર્ડ રેમી રેન્જર, સિમેન્સ મોબિલિટીના સીઈઓ સંબિત બેનરજી, ICAEW ના ડેપ્યુટી પ્રેસિડેન્ટ માલ્કમ બાકુસ, સીનિયર લોયર વિજય ગોયલ, ABPL ગ્રૂપના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલ તથા અન્ય સીએ સભ્યોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
SMEs અને સ્ટાર્ટઅપ્સના સશક્તિકરણ વિશેની પેનલચર્ચાને ઓડિયન્સે વધાવી લીધી હતી. મીનલ સામ્બ્રેએ પેનલિસ્ટો પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની સમાપન વેળાએ તબસ્સુમ નાથાણીએ ઓડિયન્સ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ ઈવેન્ટ થકી પ્રોફેશનલ્સને અરસપરસના સંપર્ક, નીરિક્ષણોમાં સહભાગિતા, તેમજ એકાઉન્ટિંગ અને બિઝને્સ સેક્ટર્સમાં નવી તકો ઓળખવા માટે અનોખું પ્લેટફોર્મ સાંપડ્યું હતું. ચેરમેન વિવેક સરાઓગીએ ઈવેન્ટ કમિટીના તમામ સભ્યોનો તેમના યોગદાન બદલ આભારની લાગણી દર્શાવી હતી.