લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) એ ગયા અઠવાડિયે યોજાયેલા સન્માન સમારંભમાં શ્રી લોહાણા મહાપરિષદ (LMP)ના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સતીષભાઈનો મુખ્ય સંદેશ યુવાનો અને મહિલાઓને વધારે સશક્ત બનાવવાનો હતો. તેમણે કહ્યું કે તેઓ વિશ્વભરમાં લોહાણાઓ વચ્ચે નેટવર્કિંગને મજબૂત કરવા પર કામ કરી રહ્યાં છે.
ધામેચા લોહાણા સેંટર - બ્રેમ્બર રોડ ખાતે એલસીએનએલના કાર્યક્રમમાં સમિતિ અને સંચાલન સંસ્થાઓએ શ્રી વિઠ્ઠલાણીનું સ્વાગત કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં (ખુરશી પર બેઠેલા મહાનુભાવો - ડાબેથી) રોનક પાવ - LCNL સેક્રેટરી, મીના જસાણી - LCNL ઉપપ્રમુખ, દિનેશ સોનછત્રા - LCNL પ્રમુખ, સતીષભાઈ વિઠ્ઠલાણી - લોહાણા મહાપરિષદ પ્રમુખ, લોર્ડ ડોલર પોપટ, ભરત સોઢા - LCUK પ્રમુખ તેમજ સભ્યો.