NCGO UK ની ભારત માટે વર્ચ્યુઅલ પ્રાર્થના દ્વારા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી

Wednesday 19th May 2021 06:11 EDT
 
 

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશ યુકે (NCGO UK) એ ૧ મેએ ભારત માટે પ્રાર્થના સાથે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી હતી.  હાલના તબક્કે કોરોના વાઈરસના કેસોમાં અને તેનાથી થતાં મૃત્યુમાં ઉછાળાને લીધે ખુબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા ભારત માટે પ્રાર્થનાના કાર્યક્રમમાં તમામ કોમ્યુનિટીના અને તમામ ધર્મના વડાઓ સાથે રાજકારણીઓ અને વિવિધ કોમ્યુનિટીઝના લોકો જોડાયા હતા.  
કાર્યક્રમની શરૂઆતમાં NCGO UK ના પ્રમુખે સૌને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે આ વખતે મે મહિનામાં મહા ગુજરાત મહિના અંતર્ગત રખાયેલા તમામ કાર્યક્રમો ભારતમાં કોવિડની અસરને લીધે રદ કરાયા હતા.
ભવન સેન્ટરના ડો. મત્તુર નંદકુમારે પ્રાર્થના શરૂ કરી હતી. તેમના પછી સાંસદ બેરી ગાર્ડનરે ભગવદ ગીતામાંથી પ્રાર્થના કરી હતી. ભારતથી જોડાયેલા દેવી નિધિ અને નેહા સારસ્વતે ભજનો રજૂ કર્યા હતા.  
સાંસદ વીરેન્દ્ર શર્માએ ભારતમાં હાલની કોરોના મહામારી વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.  
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો વીડિયો સંદેશ રજૂ કરાયો હતો. તેમાં તેમણે મુશ્કેલીના આ સમયમાં મદદ માટે અને ગુજરાત દિનની ઉજવણી પ્રાર્થના સાથે કરવા બદલ ગુજરાતી કોમ્યુનિટીનો આભાર માન્યો હતો.  
કાર્યક્રમમાં લોર્ડ ડોલર પોપટ, લોર્ડ મેઘનાદ દેસાઈ, લોર્ડ ભીખુભાઈ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા, લોર્ડ શેખે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
ભારતીય હાઈ કમિશન, લંડનના મિનિસ્ટર ફોર કો-ઓર્ડિનેશન મનમીત સિંઘ નારંગે ભારત માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતને જરૂરી સાધનો સરળતાપૂર્વક પહોંચે તે હાઈ કમિશન સુનિશ્ચિત કરી રહ્યું છે.  
કાર્યક્રમમાં બાંગ્લાદેશના હાઈ કમિશનર સઈદા મુના તનસીન પણ હાજર હતા અને આ વિશેષ પ્રાર્થનામાં આમંત્રણ પાઠવવા બદલ તેમણે  NCGO UKનો આભાર માન્યો હતો.
MATVનુ પ્રતિનિધિત્વ કરતા ભાજપ યુકેના કુલદીપ શેખાવતે ભારતના લોકોને સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાના પાલન માટે અનુરોધ કર્યો હતો.  
લંડનના મેયરપદના ઉમેદવાર શૌન બેલી પણ પ્રાર્થનામાં જોડાયા હતા. કાર્યક્રમમાં BAPS UKના ટ્રસ્ટી મયંક શાહ, જલારામ મંદિર, વેમ્બલીના ગીરીશ મશરૂ, વલ્લ્ભ નિધિ મંદિર, વેમ્બલી અને ઈસ્ટ લંડનના નરેન્દ્ર ઠકરાર, વન જૈનના નેમુ ચંદેરિયા, રામચંદ્ર મિશનના મયૂર મહેતા અને  વિમેન ટુ વિમેનના ગીતા શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
NCGOના પેટ્રન અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલે તમામ કોમ્યુનિટીના  કલ્યાણ અર્થે સંગઠિત થવા અને સંવાદિતા જાળવી રાખવાનો વિશેષ સંદેશ આપ્યો હતો.
પ્રાર્થનાનું સંકલન NCGOના PRO કૃષ્ણા પૂજારાએ કર્યું હતું. વેબ હોસ્ટ્સ દીપક પટેલ અને સંજય ઓડેદરાએ સેવા આપી હતી.
આ પ્રાર્થના કાર્યક્રમનું MATV સ્કાય ચેનલ પર પ્રસારણ કરાયું હતું.  
સંપર્ક. કૃષ્ણાા પૂજારા - 07931 708028    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter