લંડનઃ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન - યુકે (NCGO-UK)ની એન્યુઅલ જનરલ મિટીંગ નવમી જુલાઇએ હેરોના સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઇ હતી, જેમાં નવી એક્ઝિક્યુટિવ કમિટીની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં વિમલજી ઓડેદરાને વધુ એક ટર્મ માટે પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા હતા.
સંસ્થાના નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખપદે વિમલજી ઓડેદરા, ઉપપ્રમુખપદે ક્રિષ્નાબહેન પુજારા, સેક્રેટરીપદે સંજય ઓડેદરા, જોઈન્ટ સેક્રેટરીપદે જીતેન્દ્ર પટેલ, ટ્રેઝરરપદે દીપક પટેલ, જોઈન્ટ ટ્રેઝરરપદે સુમંતરાય દેસાઈ અને પબ્લિક રિલેશન ઓફિસરપદે પ્રવિણ જી. પટેલ ચૂંટાયા હતા. એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો તરીકે ડો. અમૃત શાહ, ચંદ્રકાંત મહેતા, ગાર્ગીબહેન પટેલ, જયંત પટેલ, કલાવતીબહેન પટેલ, નવીન નંદા, રમેશ ઓડેદરા, સિયા (શૈલેષ) ઓડેદરા, ધીરુભાઈ લાંબા, વંદનાબહેન જોષી, જયરાજ ભાદરણવાલા અને જી.પી. દેસાઈ ચૂંટાયા હતા.
ફરી એક વખત NCGOનું સુકાન સંભાળતા પ્રમુખ વિમલભાઈ ઓડેદરાએ વિદાય લઇ રહેલા એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોનો તેમની સમર્પિત સેવા અને મૂલ્યવાન યોગદાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યો તેમની જવાબદારીઓ નિભાવવા અને સંસ્થાના સભ્યો, સહયોગીઓ અને હિતધારકો સાથે મળીને ગુજરાતી વારસાના જતન-સંવર્ધન, સમુદાયની સમસ્યાઓ ઉકેલવા તેમજ વિકાસ તથા પ્રગતિ માટે નવીન તકોનું નિર્માણ કરવા માટે ઉત્સાહિત છે.’