લંડનઃ પંજાબ નેશનલ બેન્ક (ઈન્ટરનેશનલ) લિમિટેડ (PNBIL) દ્વારા તેની મૂરગેટસ્થિત કોર્પોરેટ ઓફિસે ભારે જોશ અને સાંસ્કૃતિક ઉત્સાહ સાથે દિવાળી ઉત્સવની ઊજવણી કરવામાં આવી હતી. PNBILના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રિતેશ મિશ્રાએ ઈવેન્ટની આગેવાની સંભાળી હતી તેમજ એકતાના મહત્ત્વ અને સાંસ્કૃતિક મૂલ્યોની સહભાગિતાના સંબોધન સાથે ઉપસ્થિત લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ચીફ એડિટર અને પ્રકાશક સી.બી. પટેલ અતિથિવિશેષ તરીકે ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ ઈવેન્ટની શોભામાં અભિવૃદ્ધ કરી હતી. ઈવેન્ટમાં કોમ્યુનિટીના વિકાસ અને સાંસ્કૃતિક સંબંધો પ્રત્યે PNBILની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.
સમૃદ્ધિ અને સફળતાના પ્રતીક દેવી લક્ષ્મીને સમર્પિત પરંપરાગત લક્ષ્મીપૂજન વિધિ સાથે ઊજવણીનો આરંભ કરાયો હતો. આ પવિત્ર પરંપરામાં 50થી વધુ કર્મચારીએ સક્રિય ભાગ લીધો હતો તેમજ આધ્યાત્મિકતા અને રચનાત્મકતાના વાતાવરણમાં યોગદાન આપ્યું હતું.
ભારતની પંજાબ નેશનલ બેન્કની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી PNBILલંડન અને મિડલેન્ડ્સમાં તેની સાત શાખાઓ સાથે 2007થી ભારતીય ડાયસ્પોરાને સેવા આપી રહેલ છે. સુગઠિત નાણાકીય સેવા પૂરી પાડવાના ફોકસ સાથે PNBIL તેના ગ્રાહકો માટે વિશ્વસનીય પાર્ટનર બની રહી છે. આ ઈવેન્ટથી માત્ર દિવાળીની જ ઊજવણી થઈ ન હતી પરંતુ, કર્મચારીઓ અને કોમ્યુનિટી પ્રત્યે PNBILની નિષ્ઠા વધુ મજબૂત બની હતી જે બેન્કની પ્રોફેશનલ નીતિમત્તા સાથે આંતરિક સાંસ્કૃતિક મૂલ્યોને પણ પ્રદર્શિત કરે છે.