SKLPUK દ્વારા યુરોપનો સૌથી મોટો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો

Wednesday 16th October 2024 03:27 EDT
 
 

લંડનઃ શ્રી કચ્છ લેવા પટેલ યુકે (SKLPUK) દ્વારા વેસ્ટ લંડનના નોર્થોલ્ટમાં આર્ટ ઈન્ડિયા ગાર્ડન્સ ખાતે યુરોપના સૌથી મોટા નવરાત્રિ મહોત્સવની ઊજવણીનું સફળ આયોજન કરાયું હતું. આ સ્થળે 3500થી વધુ લોકોને સમાવવાની નોંધપાત્ર ક્ષમતા છે જ્યાં આ જોશીલા અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઈવેન્ટને સલામતી અને પરંપરાઓ પ્રતિ વિશેષ પ્રતિબદ્ધતા સાથે યોજવામાં આવ્યો હતો.

આસો મહિનામાં નવ રાત્રિઓ સુધી ઉજવાતો નવરાત્રિ મહોત્સવ સાંસ્કૃતિક વારસા સાથે ઊંડા મૂળિયાં ધરાવે છે અને આ વર્ષે પણ તેમાં કોઈ અપવા્દ ન હતો. સમાજના સંપૂર્ણપણે સમર્પિત વોલન્ટીઅર્સ અને કમિટી સભ્યો દ્વારા આયોજિત અને કાર્યાન્વિત આ ઈવેન્ટ સામુદાયિક ઉત્સાહની ભાવના અને સહકારનો પુરાવો બની રહ્યો.

સુરક્ષા વ્યવસ્થા મુખ્ય પ્રાથમિકતા હતી અને મહોત્સવમાં ભાગ લેનારા તમામ લોકો માટે સલામત વાતાવરણની ચોકસાઈ રાખવા ગેટ કન્ટ્રોલ પર સક્ષમ તપાસ સહિત સંપૂર્ણતઃ સલામતીના પગલા લેવાયા હતા. ઈવેન્ટ માટે ગ્રાઉન્ડ્સમાં પાર્કિંગની સુવિધાનું સુચારુ સંચાલન અમારા વોલન્ટીઅર્સ દ્વારા કરાયું હતું જેથી તમામ ઉપસ્થિત લોકોને સરળ અને અવરોધરહિત સુવિધા મળી રહે.

ઊજવણીઓમાં સ્વયંસેવકોની બનેલી કેટરિંગ ટીમ દ્વારા દરરોજ તૈયાર કરાતી વિવિધ તાજી વાનગીઓનો રંગ ઉમેરાયો હતો. સ્વાદનો અનેરો અનુભવ તમામ ભાગ લેનારાને સંતોષ આપવા ઉપરાંત, ઊજવણીની સમૃદ્ધ સોડમ અને પરંપરાને પ્રદર્શિત કરનારો બની રહ્યો હતો.

વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ મારફત સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને આગળ વધારવા પ્રતિબદ્ધ શ્રી કચ્છ લેવા પટેલ યુકે (SKLPUK) દ્વારા આ ભવ્ય ઈવેન્ટને સફળ બનાવવામાં ચાવીરૂપ સ્વયંસેવકો, કમિટીના સભ્યો તેમજ ઉપસ્થિત લોકો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તેમના સહિયારા પ્રયાસો થકી જ કોમ્યુનિટીની તાકાત અને એકતા ફરી એક વખત પ્રદર્શિત થઈ હતી. કોમ્યુનિટીને સાંકળી લેવા પર મજબૂતપણે ધ્યાન કેન્દ્રિત કરવા સાથે SKLPUK એકતાને વધારવા અને પરંપરાઓને ઊજવવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter