લંડનઃ શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) દ્વારા SRLC મિશન આફ્રિકાના સપોર્ટમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં 200થી વધુ ફિલાન્થ્રોપિસ્ટ્સ, અગ્રણી વિચારકો અને ચેન્જમેકર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમે 16 આફ્રિકન દેશોમાં SRLCના કાર્યોની શક્તિશાળી અસરને પ્રદર્શિત કરી હતી. મહેમાનોએ કરાઈ રહેલાં સખાવતી કાર્યોની વ્યાપકતા બિરદાવી હતી તેમજ આફ્રિકન દેશોમાં કેટલાંક સૌથી વંચિત વિસ્તારોમાં અમલી કરાઈ રહેલા નોંધપાત્ર પ્રોજેક્ટ્સ વિશે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના સ્થાપક, જ્ઞાની ગુરુ, આધ્યાત્મિક વિઝનરી અને માનવતાવાદી નેતા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા.
SRLC: અનુકંપાની વૈશ્વિક ચળવળ
SRLC શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશોથી પ્રેરિત અને પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક માનવતાવાદી ઈનિશિયેટિવ છે. અનોખા 10 સ્તરીય બેનિવોલન્ટ કેર પ્રોગ્રામ મારફત હેલ્થકેર, શિક્ષણ અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઓછી સેવા મેળવતા સમુદાયોની જરૂરિયાતોનું નિવારણ કરે છે. 206 ગ્લોબલ સેન્ટર્સ અને 21 મિલિયનથી વધુ લોકોના જીવનમાં રૂપાંતર સર્જવાના ટ્રેક રેકોર્ડ સાથે SRLC સીમાડામાં ધકેલાયેલી કોમ્યુનિટીઓ માટે આશાની દીવાદાંડી બની રહેલ છે. મિશન આફ્રિકા કેન્યા, માલાવી અને યુગાન્ડા સહિત 16 આફ્રિકન દેશોમાં ભૂખ, ગરીબી અને બેરોજગારીની સમસ્યાઓના નિવારણના SRLCના વિઝનનું વિસ્તરણ છે. સ્કૂલ ફીડિંગ ઈનિશિયેટિવ, વોટર સપ્લાયના ઉપાયો અને વ્યવસાયલક્ષી તાલીમ જેવા ઈનોવેટિવ પ્રોગ્રામ્સનો અમલ કરીને મિશન આફ્રિકાએ ઘણા ટુંકા સમયગાળામાં 5 મિલિયનથી વધુ જીવનને ઉજળાં બનાવ્યા છે.
અસરકારક સુક્ષ્મદૃષ્ટિ અને રુપાંતરણની કથાઓ
ભવ્ય કાર્યક્રમની સાંજે શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના વાઈસ પ્રેસિડેન્ટ આત્મર્પિત નેમિજીએ ચાવીરૂપ સંબોધનમાં કેન્યાના માકુએનીમાં 55 શાળાને દત્તક લેવા, શાળાના બાળકોને દરરોજ 30,000થી વધુ ભોજન પુરું પાડવા, અને વાર્ષિક લિટરના વોટર હાર્વેસ્ટિંગ સહિત મિશન આફ્રિકાના પાયારૂપ ઈનિશિયેટિવ્ઝનું જીવંત દર્શન કરાવ્યું હતું. SRLC મિશન આફ્રિકાના એડવાઈઝરી બોર્ડના ચેરમેન અમુ શાહ તથા શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં પીડિઆટ્રિક્સના વડા અને SRLC મિશન આફ્રિકાના એડવાઈઝરી બોર્ડના સભ્ય આત્મર્પિત માનસીજીએ આફ્રિકામાં તેમના અંગત અનુભવોની કથાઓ જણાવી હતી. તેમના સંબોધનોએ SRLCના પ્રયાસો કેવી રીતે સ્થિતિસ્થાપકતા અને સશક્તિકરણને વિકસાવી રહ્યા છે તેની ઝલક દર્શાવી હતી. તેમની સ્પષ્ટતા અને સમર્પણ તેમજ ઈવેન્ટના આયોજનમાં પ્રતિબિંબિત SRLCના સ્વયંસેવકોના ઉત્સાહ ઓડિયન્સના દિલોદિમાગ પર અસર કરી ગયા હતા.
ભવ્ય કાર્યક્રમમાં મિશન આફ્રિકાના ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ મળે તે પ્રમાણમાં નોંધપાત્ર ભંડોળ એકત્ર કરાયું હતું. આ દાન બાળકોને ભોજન, બોરવેલ્સના ડ્રીલિંગ, શાળાઓનાં મનિર્માણ તેમજ સ્વનિર્ભર કોમ્યુનિટીઓના સર્જન માટે ગામોને દત્તક લેવાના કાર્યોમાં ઉપયોગમાં લેવાશે.
પ્રેરણાદાયી તલ્લીનતાની સાંજ
આ ઈવેન્ટમાં કળાપ્રદર્શન ‘બ્રશ્ડ બાય ડ્રીમ્સ’માં આફ્રિકન બાળકોએ સર્જેલા પેઈન્ટિંગ્સ તેમજ વોટર વોક અને ઉજી ટેસ્ટિંગ જેવા કાર્યક્રમો પણ જોવા મળ્યા હતા. પ્રસિદ્ધ મેન્ટાલિસ્ટ અને મેજિશિયન મેર સ્પેલમાનને તેમની ભ્રમજાળ અને માઈન્ડ રીડિંગથી ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવ્યું હતું. ગોલ્ડ વોકલ કલેક્ટિવ દ્વારા સ્તબ્ધ કરી દેનારું કેપ્પેલા પરફોર્મન્સ રજૂ કરાયું હતું.
મહેમાનોએ સાંજના સંદેશા અને અસર વિશે પ્રશંસા વ્યક્ત કરી હતી. લંડન ટાઉન ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક અને ચેરમેન કૂલેશ શાહે જણાવ્યું હતું કે,‘આફ્રિકા એવો ખંડ છે જેને આપણા પ્રેમ અને સ્નેહની જરૂર છે. ગાલા કાર્યક્રમે આ દર્શાવ્યું છે અને આ યાત્રાનો હિસ્સો બનવા આપણને પ્રેરણા આપી છે.’ કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલના વિઝિટિંગ ફેલો સામ ટુલીએ કહ્યું હતું કે,‘આધ્યાત્મિકતા અને અસરકારક કામગીરીના મૂળિયાં ધરાવતા ઉદ્દેશ માટે ઉદારતાસહ ભંડોળ એકત્ર થતું નિહાળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.’ પ્રખ્યાત વિચારક, લેખક, લેક્ચરર અને બ્રોડકાસ્ટર પ્રોફેસર અતુલ કે શાહ PhD FCAએ જણાવ્યું હતું કે,‘હું ફાઈનાન્સનો પ્રોફેસર છું પરંતુ, મને કશું નવું શીખવા મળ્યું છે- ચેરિટીમાં તમે પ્રોફિટને મહત્તમ બનાવી શકો છો, ભોતિક દૃષ્ટિએ નહિ પરંતુ, જીવનમાં હેતુ અને અર્થ હોવાની બાબતે આમ છે, જે તમને એટલા ઊંચા સ્તરે લઈ જાય છે જ્યાં જવાનું તમે કદી વિચારી શક્યા ન હો.’
આશા અને એક્શનની વિરાસત
પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શન હેઠળ SRLCના ગ્રાસરૂટ્સ અભિગમ ચોકસાઈ રાખે છે કે પ્રત્યેક યોગદાન તેની તીવ્ર અસર સ્વરુપે પ્રતિબિંબિત થાય. કરુણા અને કામગીરીના સંયોજન થકી મિશન આફ્રિકા લાખો લોકોના સશક્તિકરણ અને સ્વાતંત્ર્યની જ્યોતને પ્રજ્જ્વલિત રાખતું રહેશે. વધુ માહિતી અથવા દાન આપવા માટે srlcmissionafrica.org વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે.