લંડનઃ કોરોના વાઇરસ મહામારી વચ્ચે સંસ્થા દ્વારા સરકારની ગાઇડલાઇન અનુસાર જાહેર દર્શન બંધ છે. જોકે સંસ્થા દ્વારા સિવાય અનેક સેવાકાર્યોની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા વીએચપીના 70 વર્ષ કે તેથી વધુની વયના સભ્યોની ફોનનંબર સાથેની યાદી તૈયાર કરી 50 સભ્યોનો સંપર્ક કરી તબિયત પૂછવામાં આવી. તેમને શાકભાજી, દૂધ કે અન્ય જરૂરી ખાદ્ય સામગ્રી માટે સહાયની જરૂર હોય તે અંગે પણ જાણકારી લેવામાં આવી હતી.
મોટાભાગના સભ્યોએ પોતે ઘરે સલામત અને સારા હોવાનું જણાવ્યું હતું. જો તેમને કોઇ પણ બાબતની સહાય જોઇતી હશે તો સંસ્થા દ્વારા મદદ કરાશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
સેવા ડે સર્વિસ
કોરોના સંકટ વચ્ચે ઘરોમાં રહેલા નાગરિકોને સહાયરૂપ થવા સંસ્થા દ્વારા અશક્તો તથા વૃદ્ધજનો માટે ફ્રી સેવા શોપીંગ અને ડિલિવરીંગ સર્વિસ શરૂ કરાઇ છે. જે હેઠળ દાતાઓ તરફથી સંસ્થાને દાનમાં મળનારા ફળ અને શાકભાજી આવી જરૂરિયાતવાળી વ્યક્તિઓને પહોંચાડવામાં આવી રહી છે.
આ સેવા માટે જરૂરિયાતવાળી વ્યક્તિઓ રવિ ભણોટ 07956 556 613/ બાલી ભલ્લા 07957 457 615 અથવા [email protected] પર સંપર્ક કરી શકે છે.
ગૂડમાયઝ ગુરુદ્વારા તરફથી અઠવાડિયામાં બે વખત ગરમ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જરૂરિયાતવાળા તેમનો સંપર્ક કરી શકે છે. તે માટેનું ફોર્મ ભરવાની લિન્કઃ https://docs.google.com/forms/d/1O_gKSkxG5irK1VrGPlROnQUFQbdLBSOlyFNKHsGoOag જો ફોર્મ ભરવામાં મુશ્કેલી પડે તો રવિ ભણોટનો 07956556613 અથવા [email protected] સંપર્ક કરવો,
સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સેવાકાર્ય પર એક નજર...
20 અશક્ત અને વૃદ્ધ વ્યક્તિઓની ઉપરાંત ઇસ્ટ લંડનમાં નર્સિંગ હોમ તથા ગુરુદ્વારા તરફથી 50 લોકોને ભોજન પહોંચાડવા માટે ફળ અને શાકભાજીનું વિતરણ.
એક ભારતીય વિદ્યાર્થીને ભોજન તથા આવશ્યક સામગ્રીની સહાય
સ્વાટ, ઇન્ડિયન્સ ઇન લંડન તથા કોવિડ-19 રીબ્રિજ સહિતના સ્થાનિક ચેરીટેબલ ગ્રુપ સાથે મળીને સેવા કામગીરી.
આવતા અઠવાડિયેથી ફોરેસ્ટ ગેટસ્થિત ગુરુદ્વારામાં અમારા ચાર વોલીયન્ટીર્સ ભારતીય ભોજન તૈયાર કરશે અને તે સ્થાનિક હોમલેસ/ એનએચએસ સ્ટાફને વિતરીત કરાશે. અઠવાડિયામાં ચાર વખત 300 હોટ વેજ મીલ તૈયાર કરી પહોંચાડવાનું આયોજન છે.
ફૂડ બેન્ક તથા હોમલેસ શેલ્ટર સાથે સંપર્ક સાધવા તથા પરિવહન માટે 24 સેવા કો-ઓર્ડિનેટર્સ અને વોલીયન્ટર્સની ટીમ તૈયાર કરાઈ.
કોરોના મહામારી વચ્ચે અવસાન પામનારા હિન્દુઓના અંતિમસંસ્કાર વિધિપૂર્વક થઇ શકે તે માટે અંતિમવિધિની સાધનસામગ્રી તથા અંતિમક્રિયા માટે પંડિતની વ્યવસ્થા તથા સહયોગ પૂરો પાડવા સ્થાનિક ભારતીય સમુદાય તથા સરકારી એજન્સીઓ સાથે સમન્વય સાધીને હિન્દુઓને સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.