લંડનઃ VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ની મહામાર વચ્ચે સરકારની ગાઇડલાઇન અનુસાર મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોને આવવા પર મનાઈ કરાયા પછી મંદિરને મળનાર દાન-દક્ષિણા પણ બંધ થઇ છે. VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર દ્વારા દાન માટે ભક્તોને અનુરોધ કરાયો છે.
સંસ્થાની યાદીમાં જણાવ્યા અનુસાર વિવિધ કાર્યો તથા સાધન-સામગ્રી માટે દર મહિને અંદાજે સાડા પાંચ હજાર પાઉન્ડ જેટલો ખર્ચ આવે છે. હાલ મંદિરને કોઇ દાન-દક્ષિણા મળતી નથી ત્યારે ટ્રસ્ટીઓ પણ ખર્ચને લઇને મુશ્કેલીમાં મુકાયા છે. VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર દ્વારા દાતાઓને દાન માટે અપીલ કરવામાં આવી છે. આ દાન ઓનલાઇન સ્વીકારવામાં આવશે. આવા કપરા સમયે મંદિરની પ્રવૃત્તિઓને ધમકતી રાખવા તથા સારસંભાળ માટે દાનની જરૂર હોવાનું પણ સંસ્થાએ જણાવ્યું છે. મંદિરના બેન્ક ખાતા (એકાઉન્ટ નામઃ VHP ILFORD BRANCH, સોર્ટ કોડ 60-95-80 ખાતા નંબરઃ 91002404)માં ઓનલાઇન દાન જમા કરાવવા ભક્તોને અનુરોધ કરાયો છે. વધુ જાણકારી માટે 020 8553 5471 પર સંપર્ક કરવા જણાવાયું છે.