શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી, મહામુનીશ્વરદાસજી સ્વામી, મુનીભૂષણદાસજી સ્વામીએ વગેરે સંતોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના પવિત્રતમ દિવસે ચંદનનાં કલાત્મક વાઘા - શણગાર ધરાવ્યા હતા.
ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીની સંતોએ આરતી ઉતારી હતી. પૂજનીય સંતોએ દર્શન, સ્તુતિ - પ્રાર્થના તથા કીર્તન સ્તવન કર્યું હતું. તેમજ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગરથી લાઈવ દર્શન અને યુટયુબ ચેનલના માધ્યમથી દેશ-વિદેશમાં વસતા તમામ સત્સંગી હરીભકતોને દર્શન કરાવવામાં આવ્યાં હતાં.