'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ' દ્વારા ગુજરાતના પાટીદારો દ્વારા ઉઠાવવામાં આવેલ અનામત અંદોલન અંગે ચર્ચા વિચારણા કરવા આગામી રવિવારે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ, પાટીદાર હાઉસ, ૨૨, લંડન રોડ, વેમ્બલી HA9 7TX ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સભામાં પાટીદાર સમાજને સ્પર્શતા પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. રસ ધરાવતા સૌને આ સભામાં પધારવા આમંત્રણ છે. કાર્યક્રમમાં પ્રવેશ વિનામૂલ્યે છે, પરંતુ વ્યવસ્થા જાળવવામાં સુગમતા રહે તે માટે નામ નોંધાવવા જરૂરી છે. આપના નામ ‘ગુજરાત સમાચાર’ના ન્યૂસ એડિટર શ્રી કમલ રાવ ([email protected]) અથવા તો ફેડરેશનના શ્રીમતી સ્મીતાબહેન ([email protected])ને ઇ-મેઇલ કરીને નોંધાવવા વિનંતી છે. વધુ માહિતી માટે જુઅો જીવંત પંથ પાન નં. ૧૪-૧૫ તેમજ 'એશિયન વોઇસ'માં સીબીની કોલમ 'એસ આઇ સી ઇટ' પાન નં. ૮.