અનુપમ મિશન દ્વારા સાઈન બોર્ડ માટે પિટિશન

Wednesday 19th January 2022 05:14 EST
 
 

લંડન તરફ જતાં A40 પર આવેલા અનુપમ મિશન, The Lea, Western Avenue, Denham UB9 4NAના પ્રવેશ પાસે સાઈન બોર્ડ ન હોવાથી ઘણાં હરિભક્તો અને મુલાકાતીઓ ત્યાંથી પ્રવેશવાનું ચૂકી જાય છે. આ જગ્યાએ સાઈન બોર્ડ હોય તે તમામ મુલાકાતીઓ માટે તાકીદની જરૂરીયાત છે. વધુમાં, વાહનચાલકો ખૂબ ઝડપથી પસાર થતા હોવાથી તેઓ પ્રવેશદ્વાર ચૂકી જાય છે તેથી તે રોડ સેફ્ટીનો પણ પ્રશ્ર છે. આથી હાઈવે ઓથોરિટી મિશનની અરજી પર વિચારણા કરે તે પહેલા પ્રવેશ પાસે સાઈન બોર્ડ મૂકવાની રજૂઆતના સમર્થનમાં ૫,૦૦૦ સહી એકત્ર કરવા પિટિશન શરૂ કરાઈ છે.
પિટિશન પર સહી કરવા માટે https://forms.gle/kdCVMGqDeZxnX9sc6 ઓનલાઈન લીંકનો ઉપયોગ કરશો. આપે પેપર પિટિશન પર સહી કરી દીધી હોય તો ઓનલાઈન પિટિશન ભરવી નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter