અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરમાં 10,000થી વધુ મુલાકાતી, ભાવિકોની ઉપસ્થિતિમાં સતત ત્રીજા વર્ષે દિવાળીની ભવ્ય ઉજવણ કરાઇ હતી. આ ઉજવણી સવારે 11થી શરૂ થઇ હતી અને દિવસભર ચાલુ રહી હતી. પ્રવેશદ્વાર પર આકર્ષક રંગોળી સજાવાઇ હતી. યુએઇના મંત્રી શેખ નાહ્યાન મુબારક અલ નાહ્યાન સહિત સેંકડો મહાનુભાવો ઉજવણીમાં સામેલ થયા હતા. બીએપીએસ મિડલ ઇસ્ટના વડા પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર અનન્ય બનશે. તેની કલાકારીગરી અલૌકિક છે. આ સ્થળ વૈશ્વિક સંવાદિતા ફેલાવવામાં મદદ કરશે.
યુનાઇટેડ આરબ અમીરાત ખાતેના ભારતીય રાજદૂત જોસ એગ્યુરો અવિલા સહિતના મહાનુભાવો આ ઉજવણીમાં સામેલ થયા હતા. બીએપીએસના આધ્યાત્મિક નેતા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાયેલા પ્રદર્શનની સાથે નવા વર્ષની ઉજવણીમાં 1,200 વાનગીઓના અન્નકૂટ દર્શન પણ યોજાયા હતા.