અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરઃ એક સમયે અશક્ય - અસંભવ, આજે નજર સમક્ષ

જીવંત પંથ-2 (અબુધાબી મંદિર વિશેષ)

-સી.બી. પટેલ Friday 29th March 2024 03:47 EDT
 
 

A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ - ઉદારતા, સંસ્થાનો સર્વધર્મ સમભાવનો અભિગમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિક તથા સમર્પિત પવિત્રતાનું પ્રતીક છે. સહુ કોઇના યોગદાનના પરિણામે એક સમયે જે (ધરતી પર હિન્દુ મંદિરનું નિર્માણ) અશક્ય - અસંભવ - કલ્પનાતીત હતું તે આજે આપણા નજર સમક્ષ ઉભું છે. અને આવતા 1000 વર્ષ થી પણ વધુ સમય સુધી નજર સમક્ષ રહેવાનું છે. 

•••

પ.પૂ. મહંત સ્વામી મહારાજનું સમર્પણ અને અથાક પરિશ્રમ

પ.પૂ. મહંત સ્વામી મહારાજ બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ કરવા અબુધાબી ગયા હતા ત્યારે   શેખ ઝાયેદ બિન ઝાયેદ અલ નાહ્યાનને મળવા માટે પ્રેસિડેન્ટ હાઉસ પણ ગયા હતા. ખાસ તો આ મુલાકાત મંદિર નિર્માણ માટે અતિશય ઉદારવાદી વલણ અપનાવનાર શેખ અલ નાહ્યાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે હતી. આ પુસ્તકમાં ઉલ્લેખ છે કે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આદરેલા અનેક શુભ કાર્યો પરિપૂર્ણ કરવા માટે પ.પૂ. મહંત સ્વામી મહારાજ અથાક પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. પશ્ચિમ જગતનું સૌથી વિશાળ બીએપીએસ મંદિર અમેરિકાના ન્યૂ જર્સીમાં રોબિન્સવિલ ખાતે સાકાર થઇ રહ્યું છે. આ ઉપરાંત ફ્રાન્સના પેરિસમાં, સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં, અમેરિકાના ટેક્સાસ, ઓસ્ટ્રેલિયા અને થાઇલેન્ડ ખાતે ભવ્ય બીએપીએસ મંદિર સાકાર થઇ રહ્યા છે. આ ઉપરાંત સંસ્થાની બીજી અનેકવિધ પ્રવૃત્તિઓમાં પણ પ.પૂ. મહંત સ્વામી મહારાજ માર્ગદર્શન આપી રહ્યા છે, દિશાસૂચન કરી રહ્યા છે.

•••

નરેન્દ્ર મોદીઃ અબુધાબી મંદિરના નિર્માણમાં પાયાનું યોગદાન

અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સહયોગ વગર શક્ય જ નહોતું તે આપણે સહુ જાણીએ છીએ, પરંતુ અરબ દેશની ધરતી પર હિન્દુ મંદિરના નિર્માણમાં - ભારતના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય - વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યોગદાન પણ નાનુસૂનું નથી. ભારત જેટલી જ લોકપ્રિયતા વૈશ્વિક તખતે પણ ધરાવતા નરેન્દ્રભાઇનો અબુધાબુ - દુબઇ - કતાર વગેરે દેશોના શેખો અને અમીરો સાથેનો ઘનિષ્ઠ નાતો જાણીતો છે. તેમણે યોજનાના આરંભથી લઇને તેના અમલીકરણ સુધી સતત વ્યક્તિગત ધ્યાન આપ્યું. વસુધૈવ કુટુંબકમની ભારતની વૈશ્વિક નીતિએ સોનામાં સુગંધ ભેળવવાનું કામ કર્યું. બીએપીએસનો સંતગણ પણ અબુધાબી મંદિરના નિર્માણમાં નરેન્દ્રભાઇના યોગદાન સ્વીકારે છે તે વાત સમજવા માટે આ સાથી એક તસવીર પર નજર ફેરવી લેજો. આ તસવીરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ અબુધાબી બીએપીએસ મંદિરના લોકાર્પણ વેળા નરેન્દ્રભાઇને બથમાં લઇને આશીર્વાદ વરસાવતા જોવા મળે છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter