પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. આ સાથે મંદિર સ્વામિનારાણ ભગવાનને ૧૫૦૦ કિલો કેરીનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં કેરીની 70થી વધુ જાતોને ધરાવવામાં આવી હતી. આ તમામ કેરી બાદમાં હરિભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવી હતી. પૂ. મહંતસ્વામીના આગમનના પગલે મંદિરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.