અમદાવાદઃ શહેરના મેજિસ્ટિક કોમ્પલેક્સમાં ટેરા સ્કીન એન્ડ એસ્થેટિક્સ કિલનિકનું ઉદ્ઘાટન કરતાં રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રુપાલાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જ્યારથી દેશની શાસનધૂરા સંભાળી છે ત્યારથી આયુર્વેદ, યુનાની સહિતની ઓલ્ટરનેટ મેડિસિનને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે તેના સારા પરિણામ આપણે સહુ જોઇ રહ્યા છીએ. આયુષ મંત્રાલયના નેજામાં આરોગ્ય ક્ષેત્રે અનેક શ્રેણીબદ્ધ પગલાં લેવાયા છે અને લેવાઇ રહ્યા છે. હોમિયોપથીના નિષ્ણાત ડો. પ્રશાંતભાઇ કાલાવડિયા દ્વારા શરૂ થયેલું આ નવું મેડિકલ સાહસ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ક્લિનિકમાં બ્યુટિફિકેશન અને ત્વચાના રોગોની સારવાર તો ઉપલબ્ધ થશે જ સાથે સાથે આ મેડિકલ સેન્ટરમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા દર્દીઓને ઓપીડીની સુવિધા પણ મળી રહેશે. આ પ્રસંગે એલિસબ્રિજ બેઠકના ધારાસભ્ય અમૂલભાઇ ભટ્ટ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ટેરા ઓશીયન ઇન્ટરનેશનલ પ્રા.લિ. દ્વારા લોન્ચ થયેલા ટેરા ઉત્પાદનોમાં અત્યારે બાથીંગ કોસ્મેટિક્સ અને વેલનેસની 12 પ્રોડક્ટ્સ સામેલ છે અને આગામી સમયમાં વધુ 16 પ્રોડક્ટ્સ લોન્ચ કરાશે. ટેરા બ્રાન્ડ અને પ્રોડક્ટના કન્સેપ્ટ અંગે ડો. પ્રશાંત કાલાવડિયાએ કહ્યું હતું કે ટેરા એટલે ભૂમિ અને ટેરા ઓશીયન એટલે જ્યાં ધરતી અને મહાસાગર મળે તે સ્થળ. અમારી પ્રોડક્ટ્સમાં હોમિયો અને હર્બલ ફ્લાવર એક્સ્ટ્રેક્ટ વાપરવામાં આવે છે. અમે સ્કિન પ્રોડક્ટ લોન્ચ કરતાં પૂર્વે ભારતના વિવિધ રાજ્યોના લોકોની સ્કીન પર તેનું ટેસ્ટિંગ કર્યું છે અને તે પછી તેને બજારમાં લોન્ચ કરી છે.’
ડો. કાલાવડિયાએ વધુમાં કહ્યું હતું કે અમારી દરેક પ્રોડક્ટ 100 ટકા મેઇડ ઇન ઇંડિયા છે અને તેનું ઉત્પાદન ગુજરાતના રાજકોટમાં થાય છે. આગામી બે વર્ષમાં ભારતના જુદા જુદા રાજ્યોમાં 100થી વધારે ટેરા ક્લિનિક અને સ્ટોર ખોલવાનું અમારું લક્ષ્યાંક છે. ગુજરાતમાં બનેલી ટેરા પ્રોડક્ટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરવા માટે અમે યુકેની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ સાથે પણ ટાઇઅપ કર્યું છે.