અમદાવાદ સ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત સદગુરુ શાસ્ત્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, રંગબેરંગી સુગંધીમાન પુષ્ય તેમ જ તુલસીના હિંડોળે ભગવાનના ઝૂલાવાયા હતા. પર્યાવરણનું જતન થાય તે થીમ પર હિંડોળા સંતવૃંદ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.