અમદાવાદઃ વિશ્વ ઉમિયા ધામના સહયોગથી આગામી સમયમાં અમેરિકાના ત્રણ રાજ્યોમાં મા ઉમિયાના મંદિર નિર્માણ પામશે. મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મંદિરની સ્થાપનાનો સંકલ્પ લેવાયો છે. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ સહિત કુલ 6 ટ્રસ્ટીઓની ટીમ તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગઇ હતી. ગત સપ્તાહે વિશ્વ ઉમિયા ધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનનની મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કરાયો હતો. આવનારા દિવસોમાં વિશ્વ ઉમિયાધામના સહયોગથી અને અમેરિકામાં વસતા પાટીદાર સમાજ એમ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં માં ઉમિયાનું મંદિર બનશે.