નોર્થ લંડન, હર્ટફોર્ડશાયર, કેમ્બ્રિજ અને સરેમાં 8 લક્ઝરી કેર હોમનું સંચાલન કરી રહેલું ટીએલસી કેર ગ્રુપ ટૂંકસમયમાં નવમા કેર હોમનો પ્રારંભ કરશે. જો તમે તમારા પોતાના અથવા તો કોઇ પ્રિયજન માટે કાળજી માટે તપાસ કરી રહ્યાં છો તો પિન્નર ખાતે નવા શરૂ થનારા કૈલાશ મનોર કેર હોમમાં જોડાવાની તક તમારી પાસે છે. હોમ ફ્રોમ હોમ લક્ઝરી વાતાવરણ મધ્યે સુંદર પરિસરમાં અદ્દભૂત રેસિડેન્સિયલ, નર્સિંગ, ડિમેન્શિયા અને રિસ્પાઇટ કેરમાં વિશેષતા ધરાવતા હોમની આશા તમે રાખી શકો છો.
ટીએલસી કેર ગ્રુપના હાલમાં સંચાલિત કેર હોમ્સમાં જાણીતા કરુણા મનોર કેર હોમનો સમાવેશ થાય છે જે ગુજરાતી સમુદાયને નિષ્ણાતો દ્વારા કાળજી અને સેવા પૂરી પાડે છે. કૈલાશ મનોર અને કરુણા મનોર કેર હોમ ખાતે મંદિર સ્થાપિત કરાયાં છે અને અહીં સાંસ્કૃતિક તહેવારોની પણ ઉજવણી કરાય છે. કૈલાશ મનોર કેર હોમ ખાતે પણ દરરોજ શાકાહારી ભોજન પુરુ પડાશે અને અહીં તમામ વ્યંજન અને ખોરાકની જરૂરીયાત પર પુરતું ધ્યાન અપાશે.
કેર હોમ ખાતે મન, શરીર અને આત્માની આધ્યાત્મિક સુખાકારી પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. કૈલાશનો અર્થ છે શાંતિનો દાતા છે. હિમાલયમાં આવેલું કૈલાશ શિખર ભગવાન શિવનું નિવાસસ્થાન છે. કેર હોમ ખાતે કેરિંગ પ્રોફેશનલ્સની ટીમ દ્વારા રહેવાસીઓને સંતોષપ્રદ જીવન માટે અત્યંત શાંત વાતાવરણ ઉપલબ્ધ કરાવાશે. અહીં રહેવાસીઓ અને તેમના પરિવારોને સુંદર બગીચાઓ સાથેનું કેર હોમ પ્રાપ્ત થશે અને તેઓ સુંદર પરિસરમાં પોતાનો કિંમતી અને વિશેષ સમય એકબીજાની સાથે વીતાવી શકશે.
કેર હોમના પાયામાં સત્યના મૂલ્યો, પ્રેમ અને દયા રહેલા છે. કૈલાશ મનોરમાં ઉચ્ચ સ્તરની સ્વચ્છતાથી માંડીને ડિલક્સ ડાઇનિંગના અનુભવો અને પોતાના પ્રિયજનો સાથે સુવિધાઓનો આનંદ માણી શકાશે. કેર હોમ અંગે માહિતી મેળવવા અને અમારા માર્કેટિગ સ્યુટની મુલાકાત માટે અમારા બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર મોનિકા પટેલનો સંપર્ક કરો. ફોન 020 4538 7333 અને ઇમેલ - [email protected].