લંડનઃ આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ફરીથી પૂજા, આરતી અને દર્શન શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાની યાદીમાં જણાવ્યા અનુસાર અગાઉથી નોંધ કરાવનારાઓને આ સેવાનો લાભ મળશે. જો કે તે માટે અહી જણાવેલ નિયમો તથા માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે.
1. મંદિરમાં પહોંચીને સૌપ્રથમ હાથ સેનિટાઇઝ કરવા પડશે
2. દર મુલાકાતમાં વધુમાં વધુ પાંચ વ્યક્તિને પ્રવેશ મળશે
3. મંદિરમાં પાર્કિંગ નહિ મળે અને શૌચાલયનો ઉપયોગ નહિ કરવા દેવાય
4. મૂર્તિ કે પૂજારીને સ્પર્શ નહિ કરી શકાય
5.બાળકોનું વાલીઓએ ધ્યાન રાખવું રહેશે
6. બે મીટરનું અંતર જાળવવું પડશે અને ફોટોગ્રાફી નહિ કરવા દેવાય
7. જો તમારા શરીરનું તાપમાન 37.7 થી વધુ હશે તો પ્રવેશ નહિ મળે
મંદિરમાં જવા બુકિંગ કરાવવા તથા વધુ જાણકારી માટે જશવંત માઇચાનો 07882253540 પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવાયું છે.