અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમના સંસ્થાપક અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ આનંદપ્રિયદાસજી સ્વામી ત્રીજી અંતર્ધાન તિથિએ કુમકુમ આનંદધામ ખાતે શ્રી અબજીબાપાશ્રીની વાતોની 115થી વધુ પારાયણ કરાઇ હતી. આ પ્રસંગે સંતો-હરિભક્તોએ સામૂહિક આરતી કરી હતી તેમજ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી, શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રીશ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.