આપણા અતિથિઃ અતુલ પટેલ (ચેરમેન, ચારુતર આરોગ્ય મંડળ)

Thursday 07th September 2023 11:06 EDT
 
 

લંડનઃ ચારુતર આરોગ્ય મંડળ (CAM)ના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ યુકેના અતિથિ બનીને આવી રહ્યા છે. સપ્ટેમ્બર 11થી 18 સપ્ટેમ્બર સુધીની આ યાત્રામાં ચારુતર આરોગ્ય મંડળના સેક્રેટરી શ્રી જાગૃતભાઈ ભટ્ટ પણ જોડાશે. આ મુલાકાતનો હેતુ CAMની સખાવતી પહેલોમાં મૂળ ચરોતરવાસીઓની મુલાકાત લઈ તેમનો સાથ મેળવવાનો છે. મુલાકાતના મુખ્ય હેતુઓમાં ચારુતર આરોગ્ય મંડળના આગામી પ્રોજેક્ટ્સ માટે જાગૃતિ ઉભી કરી સપોર્ટ મેળવવાનો, ગરીબ દર્દીઓની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા, મંડળની સિદ્ધિઓ અને સફળતા વિશે પ્રસાર તેમજ મેડિકલ ટુરિઝમને આગળ વધારવાનો સમાવેશ થાય છે. ચારુતર આરોગ્ય મંડળ સંચાલિત કૃષ્ણ હોસ્પિટલ-કરમસદ યુકેના ગુજરાતી ડાયસ્પોરા તરફથી મળતા સપોર્ટ અને સહકાર બદલ ભારે આભારની લાગણી ધરાવે છે. તેમના સાથ-સહકાર વિના 8 મિલિયનથી વધુ દર્દીઓની કાળજી લેવાની પાંચ દાયકાથી વધુ સમયની યાત્રા શક્ય બની ન હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter