લંડનઃ વિશ્વભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસમાં વધતા જતા રસ વચ્ચે વિખ્યાત સંસ્કૃત શિક્ષક સ્વામી રામકૃષ્ણાનંદ તા.૧૭થી ૨૬ નવેમ્બર દરમિયાન લંડનની મુલાકાતે આવી રહ્યા છે. ચિન્મય મિશનના આમંત્રણ પર લંડન આવી રહેલા સ્વામી રામકૃષ્ણાનંદ તમામ વયના લોકો માટેની શ્રેણીબદ્ધ વિશિષ્ટ સેશન્સમાં સંસ્કૃત ભાષાના ઉંડાણ અને સૌદર્યને સમજાવશે.
સંસ્કૃતને વિશ્વની સૌથી કોમ્પ્યુટર ફ્રેન્ડલી ભાષા ગણાવાય છે. તેના વિશિષ્ટ વ્યાકરણ માળખાને લીધે અન્ય કોઈપણ ભાષા કરતાં સંસ્કૃતમાં મોટું શબ્દભંડોળ છે. તેને લીધે આ ભાષાની નિષ્ણાત વ્યક્તિ ડિક્શનરીનો ઉપયોગ કર્યા વિના જ કોઈપણ શબ્દનો અર્થ સમજાવી શકે છે. હકીકતમાં, સંસ્કૃત શીખવાથી અને તે ભાષામાં ગાન કરવાથી મગજની કાર્યશક્તિ સુધરે છે અને યાદશક્તિ વધે છે તેવું વિવિધ અભ્યાસોમાં જણાયું હતું.
સંસ્કૃતને માત્ર શૈક્ષણિક પદ્ધતિએ જ શીખવવાને બદલે સ્વામી રામકૃષ્ણાનંદ તેમાં હાસ્ય અને અનુભવો શેર કરે છે અન્ય લોકો સરળતાથી સંસ્કૃત
શીખી શકે તે માટે શૈક્ષણિક મટિરિયલ તૈયાર કરે છે. તેઓ બાળકો માટે ‘ઈઝી સંસ્કૃત ફોર ચીલ્ડ્રન’ સહિત ઘણી સેશન્સ યોજશે.