કાચુ લોખંડ, કપડા તેમજ અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ગોવાના અગ્રણી ઉદ્યોગપતિ અને ગોવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સ્વયંસેવક શ્રી રાજીવ એમ. નેવગી યુકેની મુલાકાતે પધાર્યા છે.
શ્રી રાજીવ નેવગી ગોવા ચેમ્બર અોફ કોમર્સના સેક્રેટરી અને ગોવા સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ખજાનચી તરીકે રહી ચૂક્યા છે. અને હાલમાં મેનેજીંગ કમીટીના સદસ્ય તરીકે સેવાઅો આપે છે. આ ઉપરાંત તેઅો ગોવા સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડીરેક્ટર તરીકે તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ખજાનચી તરીકે સેવાઅો આપે છે.
શ્રી નેવગી વિશ્વ હિન્દુ પરિષદ, બરડેઝના ભૂતપુર્વ પ્રમુખ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ સેલના નેશનલ એક્ઝીક્યુટીવ તરીકે પણ સેવાઅો આપી ચૂક્યા છે. તેઅો તા. ૩ એપ્રિલ સુધી યુકેમાં રોકાશે. સંપર્ક: 07824 063 391.