આપણી બહેન દિકરીઅોને લલચાવીને કહેવાતા પ્રેમમાં પાડીને તેમનું જાતીય શોષણ કરતા કેટલાક તત્વો સામે જાગૃતી કેળવવા સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે આગામી રવિવાર તા. ૨૧-૧૨-૧૪ના રોજ સાંજના ૫-૩૦થી રાતના ૮ દરમિયાન ખૂબજ અગત્યના જનજાગૃતી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શીખ અવેરનેસ સોસાયટીના ભાઇ મોહન સિંઘ પ્રવચન કરશે.
દરેક બહેન – દિકરીઅોને તેમજ પરિવારને સમય ફાળવીને ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. સંપર્ક: 01753 790 135.